National Cinema Day : 23 સપ્ટેમ્બરે દેશમાં ‘નેશનલ સિનેમા ડે’ મનાવવામાં આવી રહ્યો છે. આ દિવસને ખાસ બનાવવા માટે મલ્ટીપ્લેક્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ દેશભરમાં પીવીઆર, આઇનૉક્સ, સિનેપોલિસ, કાર્નિવલ અને ડિલાઇટ સહિત કેટલાક મલ્ટીપ્લેક્સમાં 4 હજારથી વધારે સ્ક્રીનો પર 75 રૂપિયામાં ફિલ્મની ટિકિટ આપવાની રજૂઆત કરવામાં આવી છે પરંતુ આ પ્રસંગે અમે તમને જણાવીશુ કે બૉલિવૂડમાં વર્ષમાં કેટલી ફિલ્મ બને છે.
Advertisement
Advertisement
એક વર્ષમાં કેટલી બૉલિવૂડ ફિલ્મ બને છે?
બૉલિવૂડ દુનિયાની બીજી અને ભારતની સૌથી મોટી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે, જેને આપણે ભારતીય સિનેમાના નામથી ઓળખીયે છીએ. બૉલિવૂડ ભારતમાં સૌથી વધુ ફિલ્મ પ્રોડક્શન કરનારી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે. આંકડા બતાવવા મુશ્કેલ છે પરંતુ બૉલિવૂડમાં એવરેજ દર વર્ષે 200થી 300 ફિલ્મનું નિર્માણ થાય છે, વર્ષ 2020માં કોરોના મહામારીને કારણે ફિલ્મના નિર્માણમાં ઘટાડો થયો હતો. ઇનપીડિયાના એક રિપોર્ટ અનુસાર, વર્ષ 2021માં લૉકડાઉનને કારણે 55 ફિલ્મ રિલીઝ થઇ હતી, જેને 760 કરોડનો બિઝનેસ કર્યો હતો. વર્ષ 2017માં બૉલિવૂડમાં 300 ફિલ્મ રિલીઝ થઇ હતી, જેને ઇન્ડસ્ટ્રીએ 15 હજાર 700 કરોડથી વધુની કમાણી કરી હતી.
કેટલી છે બૉલિવૂડ ઇન્ડસ્ટ્રીની વેલ્યૂ?
સ્ટેટિસ્ટાના એક રિપોર્ટ અનુસાર વર્ષ 2020માં બૉલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વેલ્યૂ 191 બિલિયન એટલે 19 હજાર 100 કરોડ રૂપિયા નોંધાઇ હતી જે વર્ષ 2024 સુધી 206 બિલિયન એટલે કે 20 હજાર 600 કરોડ રૂપિયા પહોચવાનું અનુમાન છે. જેમાંથી સૌથી વધુ કમાણી ડોમેસ્ટિક થિયેટ્રિકલ રેવેન્યૂથી થઇ છે જેની કિંમત આશરે 125 બિલિયન એટલે કે 12 હજાર 500 કરોડ રૂપિયા છે. દેશના ફિલ્મ ઉદ્યોગે નાણાકીય વર્ષ 2018ની તુલનામાં તે વર્ષે રેવન્યૂમાં 15.3 ટકાનો વધારો થયો છે.
રિપોર્ટથી ખબર પડે છે કે દુનિયાભરના ફિલ્મી બજારની વાત કરીએ તો 37.9 કરોડ ટિકિટ વેચાયા બાદ ભારતનો વિશ્વમાં ત્રીજુ સ્થાન છે. ચીન 115 કરોડ ટિકિટના વેચાણ સાથે પ્રથમ અને અમેરિકા 42 કરોડ સાથે બીજા સ્થાન પર છે. National Cinema Day
લાખો લોકોને મળ્યો છે રોજગાર
બૉલિવૂડ ભારતની સૌથી મોટી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે, જેનાથી આશરે 5 લાખ લોકોનું ઘર ચાલે છે ફિક્કી મીડિયા અને મનોરંજન રિપોર્ટ 2020 અનુસાર પાંચ લાખથી વધારે લોકો બૉલિવૂડ સાથે જોડાયેલા છે.
ભારતીય સિનેમાની પ્રથમ ફિલ્મ
‘શ્રી પુંડાલિક’ ભારતની ફીચર ફિલ્મ સાથે પ્રથમ મૂક ફિલ્મ હતી. આ એક મરાઠી ફિલ્મ હતી. આ ફિલ્મનો કુલ સમય 22 મિનિટ હતો. ફિલ્મ શ્રી પુંડાલિકનું શૂટિંગ બૉમ્બેના મંગલદાસ વાદીમાં થઇ હતી. 14 માર્ચ, 1931માં ભારત અને ભારતીય સિનેમાને પોતાની પ્રથમ બોલતી ફિલ્મ મળી હતી. આ દિવસે મુંબઇના મેજેસ્ટિક સિનેમા હૉલમાં આલમ આરા રિલીઝ થઇ હતી. આ ભારતની પ્રથમ બોલતી ફિલ્મ હતી.
ભારતીય સિનેમાની પાંચ મોટી ફિલ્મ
બૉલિવૂડની જો પાંચ સૌથી સફળ ફિલ્મની વાત કરીએ તો જેને કમાણી મામલે કેટલાક રેકોર્ડ બનાવ્યા છે. 2016માં રિલીઝ થયેલી આમિર ખાનની ફિલ્મ ‘દંગલ, બાહુબલી 2 ધ કૉન્ક્લૂજન (2017), કે.જી.એફ: ચેપ્ટર-2 (2022), RRR (2022) અને સલમાન ખાનની બજરંગી ભાઇજાન સામેલ છે. જેના વર્લ્ડ વાઇડ કલેક્શનની વાત કરીએ તો દંગલ 1924 કરોડ, બાહુબલી 2 1749 કરોડ, કેજીએફ ચેપ્ટર 2 1228 કરોડ, આરઆરઆર 1131 કરોડ અને બજરંગી ભાઇ જાન 858.8 કરોડ છે.
Advertisement