નાગપુર: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નાગપુરમાં રમાઇ રહેલ પ્રથમ ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ સમાપ્ત થઇ ગયો છે. ઓસ્ટ્રેલિયા પ્રથમ ઇનિંગમાં 177 રનમાં ઓલ આઉટ થઇ ગયુ હતુ. રવિન્દ્ર જાડેજાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરતા 5 વિકેટ ઝડપી હતી.
Advertisement
Advertisement
જવાબમાં ભારતીય ક્રિકેટ ટીમે દિવસના અંત સુધી કેએલ રાહુલની વિકેટ ગુમાવીને 77 રન બનાવી લીધા છે. રોહિત શર્મા (56*) અને અશ્વિન (0*) રમતમાં છે.
જાડેજાની 5 વિકેટ
પ્રથમ ટેસ્ટનો પ્રથમ દિવસ રવિન્દ્ર જાડેજાના નામે રહ્યો હતો. જાડેજાએ 22 ઓવર બોલિંગ કરી હતી જેમાં 8 ઓવર મેઇડન ફેકી હતી અને 5 વિકેટ ઝડપી હતી. ટેસ્ટ ક્રિકેટમાં તેને 11મી વખત એક ઇનિંગમાં 5 વિકેટ ઝડપી હતી. જાડેજાની શાનદાર બોલિંગને કારણે ઓસ્ટ્રેલિયાની ટીમ 200 રન પણ બનાવી શકી નહતી. જાડેજાએ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ભારતમાં પોતાની 63 ટેસ્ટ વિકેટ પણ પૂર્ણ કરી હતી. જાડેજા સિવાય રવિચંદ્રન અશ્વિને પણ 3 વિકેટ ઝડપી હતી.
ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન કઇ ખાસ પ્રદર્શન ના કરી શક્યા
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો પરંતુ ભારતીય બોલરોએ તેના નિર્ણયને ખોટો સાબિત કર્યો હતો. મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજે બન્ને ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નર અને ઉસ્માન ખ્વાજાને પેવેલિયન મોકલ્યા હતા. બન્ને 1-1 રન બનાવીને આઉટ થયા હતા. તે પછી સ્ટીવ સ્મિથ (37) અને માર્નસ લાબુશેન (49) ઇનિંગને સંભાળી હતી પરંતુ લંચ પછી તે પણ કઇ ખાસ કરી શક્યા નહતા. આ સિવાય પીટર હૈંડ્સકૉમ્બે 31 રન બનાવ્યા હતા.
અશ્વિનની ટેસ્ટ ક્રિકેટમાં 450 વિકેટ
અશ્વિને પ્રથમ ઇનિંગમાં ત્રણ વિકેટ ઝડપી હતી. આ સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં તેને 450 વિકેટ પૂરી કરી લીધી છે. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પ્રથમ ટેસ્ટમાં એલેક્સ કેરીની વિકેટ ઝડપવાની સાથે જ અશ્વિને આ સિદ્ધિ મેળવી હતી. તે ટેસ્ટમાં 3 હજારથી વધારે રન પણ બનાવી ચુક્યો છે. 3 હજાર રન અને 450 ટેસ્ટ વિકેટની ડબલ પૂર્ણ કરનાર અશ્વિન એશિયાનો પ્રથમ ક્રિકેટર બન્યો છે.
રોહિત શર્માએ 15મી અડધી સદી પૂર્ણ કરી
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 15મી અડધી સદી ફટકારી હતી, તે 46મી ટેસ્ટમાં 46.69ની એવરેજથી 3 હજાર કરતા વધુ રન બનાવી ચુક્યો છે. રોહિત શર્માએ 66 બોલમાં 8 ફોર અને એક સિક્સરની મદદથી પોતાની અડધી સદી પૂર્ણ કરી હતી. તે ભારતમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા 250 સિક્સર પણ પૂર્ણ કરી લીધી છે. પ્રથમ વિકેટ માટે રોહિત શર્માએ કેએલ રાહુલ સાથે 76 રનની ભાગીદારી કરી હતી. ટોડ મર્ફીએ રાહુલને 20 રન બનાવ્યા પછી આઉટ કર્યો હતો. ભારત ઓસ્ટ્રેલિયાથી પ્રથમ ઇનિંગના આધારે 100 રન પાછળ છે.
Advertisement