નવી દિલ્હી: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી ગૌતમ અદાણીને પછાડીને સૌથી અમીર એશિયન અને ભારતીય બની ગયા છે. ફૉર્બ્સની રિયલ-ટાઇમ અબજપતિઓની યાદીમાં મુકેશ અંબાણી 84.3 બિલિયન ડૉલરની સંપત્તિ સાથે સૌથી અમીર લોકોની યાદીમાં 9માં સ્થાન પર આવી ગયા છે.
Advertisement
Advertisement
ગૌતમ અદાણી 84.1 અબજ ડૉલરની સંપત્તિ સાથે 15માં સ્થાને
ગૌતમ અદાણીના વિશ્વના સૌથી અમીર બનવાની આશા હતી અને હવે તે ટોપ-10માંથી પણ બહાર થઇ ગયા છે. અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ ફર્મ અને શોર્ટ સેલર હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના સ્ટોક્સ એવા તૂટ્યા કે ગૌતમ અદાણીને ફૉર્બ્સની અબજપતિઓની યાદીમાં 15માં સ્થાન પર લાવી દીધા છે. જ્યારે મુકેશ અંબાણી 12માંથી 9માં સ્થાન પર પહોચી ગયા છે.
Advertisement