સ્પૉર્ટ્સ ડેસ્ક: મોહમ્મદ સિરાજનો સાઉથ આફ્રિકા વિરૂદ્ધ બાકી 2 ટી-20 સીરિઝ માટે ઇજાગ્રસ્ત જસપ્રીત બુમરાહની જગ્યાએ સમાવેશ કરવામાં આવ્યો છે. બુમરાહને પીઠમાં ઇજા થઇ છે અને તે BCCIની મેડિકલ ટીમની નજર હેઠળ છે. બીસીસીઆઇના એક અધિકારીએ કહ્યુ કે બુમરાહ પીઠ દર્દની ગંભીર સમસ્યાથી પરેશાન છે અને કેટલાક મહિના સુધી ટીમની બહાર રહેવુ પડી શકે છે.
Advertisement
Advertisement
ઇજાગ્રસ્ત થવાને કારણે બુમરાહ ટી-20 વર્લ્ડકપની બહાર થઇ ગયો ચે. જોકે, આવતા મહિને ઓસ્ટ્રેલિયામાં રમાનાર ICC ટૂર્નામેન્ટ પહેલા ટીમ માટે આ ઘણો મોટો ઝટકો છે.
BCCIના એક અધિકારીએ કહ્યુ, આ નક્કી છે કે બુમરાહ ટી-20 વર્લ્ડકપમાં નહી રમી શકે, તેને પીઠ દર્દની ગંભીર પરેશાની છે અને તેને છ મહિના સુધી ટીમની બહાર રહેવુ પડી શકે છે.
સાઉથ આફ્રિકા વિરૂદ્ધ બાકીની સીરિઝમાં મોહમ્મદ સિરાજનો સમાવેશ કરવામાં આવતા ટી-20 વર્લ્ડકપ ટીમમાં તેના સામેલ થવાની સંભાવના વધી જાય છે.
દક્ષિણ આફ્રિકા સામે ટી-20 સીરિઝ માટે ભારતીય ક્રિકેટ ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, દિનેશ કાર્તિક, આર.અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, દીપક ચહર, ઉમેશ યાદવ, શ્રેયસ અય્યર, શાહબાજ અહમદ, મોહમ્મદ સિરાજ
ભારત અને દક્ષિણ આફ્રિકા ટી-20 સીરિઝનો કાર્યક્રમ
બીજી મેચ- 2 ઓક્ટોબર (ગુવાહાટી)
ત્રીજી મેચ- 4 ઓક્ટોબર (ઇન્દોર)
Advertisement