સ્પૉર્ટ્સ ડેસ્ક: ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ઇજાને કારણે બાંગ્લાદેશ સામે વન ડે શ્રેણીમાંથી બહાર થઇ ગયો છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના સૂત્રોએ આ જાણકારી આપી છે. શમી ઓસ્ટ્રેલિયાથી પરત ફર્યા બાદ પ્રેક્ટિસ સેશન દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો, તેનું 14 ડિસેમ્બરથી ચટગાંવમાં શરૂ થનારી બે ટેસ્ટ મેચની શ્રેણીમાં રમવુ શંકાસ્પદ છે. મોહમ્મદ શમીની જગ્યાએ ઉમરાન મલિકનો બાંગ્લાદેશ સામે વન ડે શ્રેણીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
Advertisement
Advertisement
બીસીસીઆઇના સૂત્રોએ કહ્યુ, મોહમ્મદ શમી ઓસ્ટ્રેલિયાથી પરત ફર્યા બાદ પ્રેક્ટિસ સેશનમાં ઇજાગ્રસ્ત થયો હતો, તેના હાથમાં ઇજા થઇ છે. NCAમાં શમીને રિપોર્ટ કરવા કહ્યુ છે અને તે ટીમ સાથે એક ડિસેમ્બરે બાંગ્લાદેશ પ્રવાસે ગયો નથી.
શમીની ઇજાની ગંભીરતાની ખબર પડી શકી નથી. બંગાળનો આ ફાસ્ટ બોલર આવતા વર્ષે વન ડે વર્લ્ડકપને જોતા આ ફોર્મેટમાં ભારતીય ટીમનો મહત્વનો ભાગ છે.
શમી જો ટેસ્ટ શ્રેણીમાં નથી રમી શકતો તો આ કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડ માટે ચિંતાનો વિષય હશે કારણ કે ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોચવાની પોતાની આશાને જીવંત રાખવા માટે દરેક મેચ જીતવી પડશે.
મહત્વપૂર્ણ છે કે ભારતનો બાંગ્લાદેશ પ્રવાસ 4 ડિસેમ્બરથી ઢાકામાં શરૂ થઇ રહ્યો છે. ભારત બાંગ્લાદેશ સામે 4 ડિસેમ્બરે વન ડે શ્રેણીનો પ્રારંભ કરશે. વન ડે સીરિઝ પછી બે ટેસ્ટ મેચની સીરિઝ પણ રમાશે. આ ટેસ્ટ સીરિઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ છો. 14 ડિસેમ્બરે ચેટોગ્રામમાં સીરિઝની પ્રથમ મેચ રમાશે.
બાંગ્લાદેશ સામે ભારત ODI ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ અય્યર, રાહુલ ત્રિપાઠી, રિષભ પંત (વિકેટ કીપર), ઇશાન કિશન, શાહબાજ અહમદ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, દીપક ચહર, કુલદીપ સેન, ઉમરાન મલિક
Advertisement