હૈદરાબાદ: સાઉથ સુપરસ્ટાર મહેશ બાબૂના પિતા કૃષ્ણા ઘટ્ટામનેનીએ આ દુનિયાને અલવિદા કહી દીધુ છે. હૈદરાબાદની એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં મંગળવાર સવારે 4 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. કૃષ્ણા ઘટ્ટામનેનીને કાર્ડિયક એરેસ્ટને કારણે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
Advertisement
Advertisement
મહેશ બાબૂના પિતા કૃષ્ણા જાણીતા તેલુગુ એક્ટર હતા, તેમણે ઇન્ડસ્ટ્રીમાં સુપરસ્ટાર કૃષ્ણાના નામથી ઓળખવામાં આવતા હતા, તેમના નિધન પર તેલુગૂ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર જોવા મળી રહી છે. ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ તેમના નિધન પર દુખ વ્યક્ત કર્યુ છે. મહેશ બાબુના પિતા વિશે ટ્વીટ કરીને જણાવ્યુ કે કૃષ્ણા ઘટ્ટામનેનીએ 79 વર્ષની ઉંમરમાં કાર્ડિયક એરેસ્ટને કારણે હૈદરાબાદમાં પોતાના અંતિમ શ્વાસ લીધા હતા.
350 કરતા પણ વધારે ફિલ્મમાં કામ કર્યુ
કૃષ્ણા ઘટ્ટામનેનીએ 350થી વધારે ફિલ્મમાં કામ કર્યુ હતુ અને પોતાના જમાનાના ટોપ એક્ટરમાંથી એક હતા. આ સાથે જ તે દિગ્ગજ ડિરેક્ટર પણ હતા. પોતાના કામથી લોકોનું દિલ જીત્યુ હતુ. ઇન્ડિયન સિનેમામાં તેમના યોગદાન માટે 2009માં તેમણે પદ્મ ભૂષણ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. આ પહેલા 1997માં તેમણે ફિલ્મ ફેર લાઇફટાઇમ એચીવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. એક્ટર, નિર્માતા અને ડિરેક્ટરની સાથે જ તે કોંગ્રેસ પાર્ટીના મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ પણ હતા.
આ વર્ષે થયુ હતુ મહેશ બાબૂના ભાઇ અને માતાનું નિધન
મહેશ બાબૂ માટે આ વર્ષ કોઇ મુશ્કેલીથી ઓછુ રહ્યુ નથી. આ વર્ષે જાન્યુઆરીમાં તેમના ભાઇ રમેશ બાબૂનું નિધન થયુ હતુ અને તે પછી પોતાની માતા ઇન્દિરા દેવીને ગુમાવી દીધા હતા. ઇન્દિરા દેવીને ઉંમર સબંધિત બીમારી હતી. હૈદરાબાદની એઆઇજી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલતી હતી પરંતુ કોઇ સુધારો થઇ શક્યો નહતો અને તેમણે સપ્ટેમ્બરમાં આ દુનિયાને અલવિદા કહી દીધુ હતુ.
Advertisement