રાજસ્થાન રોયલ્સના ઓપનર યશસ્વી જયસ્વાલે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે માત્ર 13 બોલમાં 50 રનનો ખડકીને માત્ર આઈપીએલના જ નહીં પરંતુ ક્રિકેટના ઈતિહાલમાં સૌથી ઝડપી પચાસ રન કરવાનો રેકોર્ડ સ્થાપ્યો હતો.
Advertisement
Advertisement
2018માં કેએલ રાહુલે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં માત્ર 14 બોલમાં ફિફ્ટી ફટકારીને રેકોર્ડ અનામત રાખ્યો હતો. પરંતુ જેમ ડેવિડ હેડલી અને કપિલ દેવ કહે છે કે રેકોર્ડ હંમેશા તૂટવા માટે બને છે એમ યશસ્વી જયસ્વાલે માત્ર 13 બોલમાં સદી ફટાકારીને ક્રિકેટ રસીકોને ખૂશ કરી દીધા હતા. આ સાથે જ આ રેકોર્ડમાં જેનું બીજું નામ છે એ પેટ કમિન્સ ત્રીજા નંબર સરકી ગયા હતા. આજે રાજસ્થાન રોયલ્સે એકતરફી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને 9 વિકેટે હરાવી દીધું હતું. કોલકાતાએ પ્રથમ બેટિંગ કરતાં 149 રનનો લક્ષ્યાંક મૂક્યો હતો.
જેના જવાબમાં રાજસ્થાને 13.1 ઓવરમાં હાંસલ કરી લીધો હતો જેમાં યશસ્વીએ 47 બોલમાં 98 રનની અણનમ ઇનિંગ રમીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
13 ચોગ્ગા અને 5 છગ્ગા મારીને સુંદર બેટિંગ કરી હતી. તેની સામે સંજુ સેમસન 48 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે 5 છગ્ગા અને 2 ચોગ્ગા માર્યા હતા.
150 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનની શરૂઆત શાનદાર રહી હતી. ઓપનર યશસ્વી જયસ્વાલે આવતાની સાથે જ ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા. નીતિશ રાણાની પ્રથમ ઓવરમાં કુલ 26 રન થયા હતા. જયસ્વાલે પ્રથમ ઓવરમાં 2 સિક્સ અને 3 ફોર ફટકારી હતી. રાજસ્થાનની પ્રથમ વિકેટ બીજી ઓવરના ચોથા બોલ પર પડી હતી. જોસ બટલર ખાતું ખોલાવ્યા વિના રનઆઉટ થયો હતો. જોકે, યશસ્વીએ બીજા છેડેથી બેટિંગ ચાલુ રાખી હતી. તેણે 13 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી. આઈપીએલના ઈતિહાસમાં આ સૌથી ઝડપી અડધી સદી છે. તેણે કેએલ રાહુલનો રેકોર્ડ તોડ્યો. સંજુ અને જયસ્વાલ વચ્ચે 121 રનની અણનમ ભાગીદારી થઈ હતી. જયસ્વાલ 98 અને સંજુ 48 રન બનાવીને અણનમ રહ્યા હતા.
આ પહેલા ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કોલકાતાની શરૂઆત ખાસ રહી ન હતી. ત્રીજી ઓવરના બીજા બોલ પર ઓપનર જેસન રોય 8 બોલમાં 10 રન બનાવીને આઉટ થયો હતો. બોલ્ટે તેને હેટમાયરના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. KKRની બીજી વિકેટ 5મી ઓવરના પ્રથમ બોલ પર પડી હતી. બોલ્ટે રહેમાનુલ્લા ગુરબાઝને પેવેલિયન મોકલ્યો હતો. ગુરબાજે 12 બોલમાં 18 રન બનાવ્યા હતા. કોલકાતાની ત્રીજી વિકેટ 11મી ઓવરમાં પડી હતી. ચહલના બોલ પર રાણા હેટમાયરના હાથે કેચ થયો હતો. રાણાએ 17 બોલમાં 22 રન બનાવ્યા હતા.
કોલકાતાની ચોથી વિકેટ 14મી ઓવરના ત્રીજા બોલ પર પડી હતી. રસેલે 10 બોલમાં 10 રન બનાવ્યા હતા. આસિફે તેને અશ્વિનના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. વેંકટેશ અય્યર 17મી ઓવરના પહેલા બોલ પર કેચ આઉટ થયો હતો. તેણે 42 બોલમાં 57 રન બનાવ્યા હતા. ચહલે રાજસ્થાનને 5મી સફળતા અપાવી હતી. આ જ ઓવરના ચોથા બોલ પર ચહલે શાર્દુલને 1 રન બનાવીને એલબીડબ્લ્યુ આઉટ કર્યો હતો. રિંકુ સિંહ 19મી ઓવરમાં આઉટ થયો હતો. તેણે 18 બોલમાં 16 રન બનાવ્યા હતા. સંદીપ શર્માએ છેલ્લા બોલ પર નરેનની વિકેટ લીધી હતી. નરેને 5 બોલમાં 6 રન બનાવ્યા હતા. રાજસ્થાન તરફથી ચહલે 4 વિકેટ લીધી હતી. તેમના સિવાય બોલ્ટને 2 અને સંદીપ-આસિફને 1-1 સફળતા મળી હતી.
Advertisement