ઇંગ્લેન્ડના ઓવલમાં રમાયેલી આઇસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો 209 રને કારમો પરાજય થયો હતો. ભારતના ટોપ બેટ્સમેનો પાસેથી જે અપેક્ષા હતી તે મુજબ તેઓ દેખાવ કરી શક્યા ન હતા અને નિષ્ફળ રહ્યા હતા. ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઈનિંગમાં આક્રમક 163 રન નોંધાવનારા ટ્રેવિસ હેડને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયા હતા.
Advertisement
Advertisement
આ અગાઉ, ઓસ્ટ્રેલિયાએ તેની બીજી ઇનિંગ 8 વિકેટે 270 રને ડિકલેર્ડ કરી હતી. પ્રથમ ઈનિંગના આધારે ઓસિને આ સાથે કુલ 443 રનની સરસાઈ મળી હતી. આ પ્રતિષ્ઠાજનક મુકાબલો જીતવા માટે ભારતને 444 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જોકે, વિદેશી ધરતી પર સારો દેખાવ કરવામાં અને વળતી લડત આપવામાં ભારતના બેટ્સમેનો ફરી નિષ્ફળ રહ્યા હતા. બીજી ઇનિંગમાં ભારતની આખી ટીમ માત્ર 234 રન નોંધાવીને પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. આથી ઓસ્ટ્રેલિયાનો 209 રને વિજય થયો હતો.ભારત તરફથી વિરાટ કોહલીએ 49, અજિંક્ય રહાણે 46 અને રોહિત શર્માએ 43 રન નોંધાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી નાથન લિયોને 4, સ્કોટ બોલેન્ડે 3 અને મિચેલ સ્ટાર્કે 2 વિકેટો ઝડપી હતી.
Cricket world reacts to Australia's WTC title triumph at The Oval against India
Read @ANI Story | https://t.co/Dlj8JxyKiv#Australia #INDvsAUS #WTCFinal pic.twitter.com/gjFnDLUHQZ
— ANI Digital (@ani_digital) June 12, 2023
ઓસિએ તેની પ્રથમ ઈનિંગમાં 469 રન નોંધાવ્યા હતા. તેની સામે ભારત પ્રથમ ઈનિંગમાં 296 રન નોંધાવી શક્યું હતું અને ઓસ્ટ્રેલિયાને 173 રનની મહત્ત્વની સરસાઈ મળી હતી.
દરમિયાન, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને ઓવલ ખાતેની મેચમાં ધીમા ઓવર રેટ બદલ તેની મેચ ફીના 80 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે, જ્યારે ભારતને તે જ ગુના માટે 100 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. નિર્ધારિત સમયમાં ભારત જરૂરી કરતાં પાંચ ઓવર ઓછી જ્યારે ઓસ્ટ્રેલિયાએ ચાર ઓવર ઓછી નાંખી હતી.
ન્યૂનતમ ઓવર-રેટના ગુના સંબંધિત ખેલાડીઓ અને પ્લેયર્સ સપોર્ટ પર્સોનેલ માટેની ICC કોડ ઓફ કન્ડક્ટની કલમ 2.22 અનુસાર ખેલાડીઓને તેમની ટીમ નિર્ધારિત સમયમાં બોલિંગ કરવામાં નિષ્ફળ જાય તો દરેક ઓવર માટે તેમની મેચ ફીના 20 ટકા દંડ કરવામાં આવે છે. ભારતીય ઓપનર શુબ્મન ગિલને પણ ICC આચાર સંહિતાના લેવલ 1ના ભંગ બદલ તેની મેચ ફીના 15 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.
Advertisement