આજથી ઓવલ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ શરૂ થઈ છે. ભારતે ટોસ જીતીને ફિલ્ડીંગ લીધી હતી. ઓસિની શરૂઆત નબળી રહી હતી. રમતની ચોથી અને મોહમ્મદ સિરાજની બીજી ઓવરમાં ઉસ્માન ખવાજા શૂન્ય રને આઉટ થયો હતો.
Advertisement
Advertisement
જોકે, તે પછી રમતમાં આવેલા લેબુશ્ગન અને વોર્નરે આક્રમક બેટિંગ કરીને ઓસિના સ્કોરને 50 રનને પાર પહોંચાડ્યો હતો. વોર્નર 43 રન નોંધાવીને આઉટ થયો ત્યારે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 2 વિકેટે 71 રન હતો. ઓસિના ભોજનવિરામ સમયે 2 વિકેટે 73 રન થયાં હતાં. છેલ્લાં અહેવાલ પ્રમાણે ઓસિએ 35ઓવરમાં 3 વિકેટે 120 રન નોંધાવ્યા છે. ઓસિએ ડેવિડ વોર્નર પછી કુલ 76 રને લેબુશ્ગન (26) ની વિકેટ ગુમાવી હતી.સ્ટીવન સ્મિથ 15 અને ટ્રેવિસ હેડ 31 રને બેટિંગમાં છે.
આ મેચમાં રવિચંદ્રન અશ્વિનને તક મળી નથી. ભારતીય ટીમમાં સામેલ રવીન્દ્ર જાડેજા એકમાત્ર સ્પિન બોલર છે. જ્યારે, અજિંક્ય રહાણે લાંબા સમય પછી ટેસ્ટ મેચ રમી રહ્યો છે.
મેચ માટે બે પિચ તૈયાર કરાઈ
ICCએ આ મેચ માટે બે પીચ તૈયાર કરી છે. ઈંગ્લેન્ડમાં ક્રૂડ ઓઈલના શારકામ સામે વિરોધ કરનારાઓ લોકોએ ઓવલ સ્ટેડિયમની પિચને નુકસાન પહોંચાડવાની ધમકી આપી છે. તેને પહોંચી વળવા માટે ICCએ બે પિચ તૈયાર કરી છે.
મેચમાં એક દિવસનો રિઝર્વ ડે
મેચમાં એક દિવસનો રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે. વરસાદના કારણે મેચ પાંચ દિવસમાં પૂર્ણ નહીં થાય તો છઠ્ઠા વધારાના દિવસે મેચ પૂર્ણ કરાવાશે. છેલ્લી ફાઇનલમાં પણ વરસાદ પડ્યો હતો અને છઠ્ઠા દિવસે મેચ પૂર્ણ થઈ હતી.
વિજેતા ટીમને રૂ.13.23 કરોડનું ઈનામ
આ ફાઈનલની વિજેતા ટીમને રૂ.13. 23 કરોડ (US$1,600,000) અને ઉપવિજેતા ટીમને 6.61 કરોડ (US$8,00,000)ઈનામી રકમ તરીકે આપવામાં આવશે.
બન્ને ટીમો આ પ્રમાણે છે.
ભારતઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, શ્રીકર ભરત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.
ઓસ્ટ્રેલિયા: ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, માર્નસ લેબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, કેમેરોન ગ્રીન, એલેક્સ કેરી (વિકેટ), પેટ કમિન્સ (સી), મિશેલ સ્ટાર્ક, નાથન લિયોન, સ્કોટ બોલેન્ડ.
Advertisement