ઓવલ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલના આજે બીજા દિવસે ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઈનિંગ 469 રને પૂરી થઈ છે.
Advertisement
Advertisement
આ પહેલા ભારતે ભોજનવિરામ અગાઉની રમતમાં ઓસિની વધુ ચાર વિકેટ ઝડપી હતી. પરંતુ ઓસ્ટ્રેલિયાએ 95 રન ઉમેરીને 400 રનનો આંકડો પાર કરી લીધો હતો. દિવસની શરૂઆતમાં મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમીની બોલિંગમાં ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિથે આક્રમક ફટકાબાજી કરી હતી.
હેડ અને સ્મિથે ચોથી વિકેટ માટે 398 બોલમાં 285 રનની મહત્ત્વની ભાગીદારી નોંધાવી હતી. ટ્રેવિસ 174 બોલમાં 25 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 163 રન નોંધાવીને 361ના સ્કોર પર સિરાજની બોલિંગમાં શ્રીકરના હાથે કેચઆઉટ થયો હતો. તેપછી રમતમાં આવેલ કેમરોન ગ્રીન માત્ર 6 રન નોંધાવીને શમીની બોલિંગમાં શુબ્મન ગીલના હાથે કેચઆઉટ થયો હતો. આમ 376 રનના સ્કોરે ઓસિની પાંચમી વિકેટ પડી હતી.
તે પછી શાર્દુલ ઠાકુરની બોલિંગમાં સ્ટીવન સ્મિથ 19 ચોગ્ગા સાથે 121 રન નોંધાવીને બોલ્ડ થયો હતો. તે પછી રમતમાં આવેલ મિશેલ સ્ટાર્ક અંગત 5 રને સબસ્ટિટ્યુટ ફીલ્ડર અક્ષર પટેલના થ્રોથી રનઆઉટ થયો હતો અને ઓસિએ 402 રને સાતમી વિકેટ ગુમાવી હતી. વિકેટકિપર એલેક્સ કેરી 7 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 48 રન ફટકારીને રવિન્દ્ર જાડેજાની બોલિંગમાં એલબી ડબલ્યુ આઉટ થયો હતો તે સાથે ઓસિનો સ્કોર 8 વિકેટે 453 રન થયો હતો.
Advertisement