દિલ્હીના જંતર-મંતર પર દેશના ટોચના કુસ્તીબાજોના ધરણા ચાલુ છે. બજરંગ પુનિયા અને સાક્ષી મલિક જેવા ઓલિમ્પિક મેડલ વિજેતા કુસ્તીબાજો નેતૃત્વ કરી રહ્યા છે. રેસલર્સે રેસલિંગ એસોસિએશનના પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહ પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ વિરુદ્ધ શુક્રવારે દિલ્હીના કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં બે FIR નોંધવામાં આવી છે.
શનિવારે સવારે પ્રિયંકા ગાંધી કુસ્તીબાજોના સમર્થનમાં જંતર-મંતર પહોંચ્યા હતા. કોંગ્રેસના અન્ય નેતા દીપેન્દ્ર હુડ્ડા પણ ત્યાં પહોંચ્યા હતા. ખેલાડીઓએ તેમની સમસ્યાઓ પ્રિયંકાને જણાવી. પ્રિયંકાએ શાંતીથી તેમની સમસ્યા સાંભળી.
જંતર-મંતર પર ધરણા પર બેઠેલી મહિલા કુસ્તીબાજોની ફરિયાદ બાદ રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. દિલ્હીના કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં તેની સામે બે એફઆઈઆર નોંધવામાં આવી છે, જેમાંથી એક પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલ છે. હકીકતમાં, 21 એપ્રિલના રોજ, એક સગીર સહિત સાત મહિલા રેસલર્સે દિલ્હી પોલીસમાં યૌન શોષણની ફરિયાદ કરી હતી, પરંતુ આ મામલે કોઈ એફઆઈઆર નોંધવામાં આવી ન હતી. આ પછી કુસ્તીબાજો ધરણા પર બેસી ગયા.
હાઇકોર્ટે દિલ્હી પોલીસને બે દિવસમાં જવાબ આપવા કહ્યું છે.25 એપ્રિલના રોજ સુપ્રીમ કોર્ટે મહિલા કુસ્તીબાજોની અપીલ પર સુનાવણી કર્યા બાદ તેને ગંભીર મામલો ગણાવ્યો હતો અને દિલ્હી પોલીસને બે દિવસમાં જવાબ આપવા કહ્યું હતું. ત્યારબાદ 28 એપ્રિલે દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટને કહ્યું કે તેઓ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ FIR દાખલ કરશે. કોર્ટે સગીર મહિલા કુસ્તીબાજને સુરક્ષા આપવાનો પણ આદેશ આપ્યો છે.
જાતીય સતામણીના આરોપોમાં બે એફઆઈઆર થઈ છે.જાતીય સતામણીના આરોપોમાં એફઆઈઆર નોંધવાની માંગ કરતી બ્રિજ ભૂષણ સિંહ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન દિલ્હી પોલીસે એફઆઈઆર નોંધવાની ખાતરી આપી હતી. ચીફ જસ્ટિસ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેંચની સામે એસજી તુષાર મહેતાએ કહ્યું હતું કે દિલ્હી પોલીસ શુક્રવારે જ FIR નોંધશે. આ અંગે મોડી રાત્રે બ્રિજ ભૂષણ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
આ કેસની 7 મહિલા અધિકારીઓ તપાસ કરશે.
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર આ કેસની તપાસમાં 7 મહિલા અધિકારીઓને લગાવવામાં આવી છે. આ અધિકારીઓ 1 ACP ને રિપોર્ટ કરશે અને પછી ACP DCPને રિપોર્ટ કરશે. એવું કહેવામાં આવ્યું છે કે એફઆઈઆર નોંધવા માટે નવી દિલ્હીના લગભગ 10 નિરીક્ષકોને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા. જે બાદ 2 FIR નોંધવામાં આવી છે.
આગામી દિવસોમાં દિલ્હી પોલીસની તપાસનો વ્યાપ વિદેશમાં પણ જઈ શકે છે, જ્યાં પીડિત રેસલર સાથે જાતીય સતામણીની ઘટના બની છે. પોલીસ ભારતના દરેક રાજ્યમાં પણ જઈ શકે છે.
Advertisement