ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપડા વર્લ્ડ એથ્લેટિક્સ દ્વારા જાહેર કરાયેલ પુરુષોની ભાલા ફેંક રેન્કિંગમાં નંબર વન પર પહોંચી ગયો છે. તે પોતાની કારકિર્દીમાં પ્રથમ વખત ટોચના રેન્કિંગમાં પહોંચ્યો છે. આ ચાર્ટમાં નીરજ ચોપરા 1455 પોઈન્ટ સાથે ટોપ પર છે. તે વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન ગ્રેનાડાના એન્ડરસન પીટર્સ કરતા 22 પોઈન્ટ ઉપર છે.
Advertisement
Advertisement
ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતા ચેક રિપબ્લિકનો જેકબ વેડલેજ રેન્કિંગમાં ત્રીજા નંબર પર છે. તેને 1416 પોઈન્ટ મળ્યા છે. ગયા વર્ષે 30 ઓગસ્ટના રોજ 25 વર્ષીય નીરજ ચોપરા રેન્કિંગના મામલે બીજા નંબર પર પહોંચી ગયો હતો.
તે સમયે તે પીટર્સની પાછળ હતો. નીરજ ચોપરાએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જ્યુરિચમાં ડાયમંડ લીગની ફાઇનલમાં જીત મેળવી હતી. આ પ્રતિષ્ઠિત ટ્રોફી જીતનાર તે પ્રથમ ભારતીય ખેલાડી છે.
5 મેના રોજ તેણે 88.67 મીટર બરછી ફેંકીને દોહા ડાયમંડ લીગ પણ જીતી હતી. ચોપરા હવે આગામી મહત્વની સ્પર્ધાઓની તૈયારી કરી રહ્યા છે.
4 જૂને, તે નેધરલેન્ડ્સમાં FBK મેચોમાં ભાગ લેશે. 13 જૂને, તે ફિનલેન્ડના તુર્કુમાં યોજાનારી પાવો નુર્મી ગેમ્સમાં ભાગ લેશે.
Advertisement