મહેન્દ્રસિંઘ ધોનીએ પોતાની કરિશ્માઈ કેપ્ટનશિપ હેઠળ ચેન્નાઈ સુપર કિંગ્સને રેકોર્ડ 10મી વખત આઈપીએલની ફાઈનલમાં પહોંચાડી હતી. 16મી સિઝનમાં મંગળવાર રાત્રે ગુજરાત ટાઈટન્સ (GT)ને ક્વોલિફાયર-1માં હારનો સામનો કરવો પડ્યો હતો.
ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત જીતવા માટે જરુરી 173 રનના જવાબમાં 157 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. રાશિદ ખાન (16 બોલમાં 30 રન) કરી એકવાર લડાયક અંદાજમાં જોવા મળ્યો હતો. પરંતુ ટીમને જીત અપાવી શક્યો નહીં.
ગુજરાત પાસે ફાઈનમાં પહોંચવાની વધુ એક તક છે. ગુજરાત 26 મેના રોજ લખનૌ સુપરજાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેના એલિમિનેટરના વિજેતા સાથે ટકરાશે. વિજેતા ટીમ ફાઈનમાં CSK સામે ટકરાશે.
2008માં રમાયેલી ટૂર્નામેન્ટની શરુઆતની સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો રાજસ્થાન રોયલ્સ દ્વારા ફાઈનલમાં પરાજય થયો હતો, ત્યારથી ટીમે 2010, 2011, 2012, 2013, 2015, 2018, 2019 અને 2021માં ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. નવમાંથી ચાર ફાઈનલમાં જીતી અને પાંચ વખત ટીમ રનર્સઅપ રહી છે.
CSK Vs GTની ચેન્નાઈમાં રમાયેલી મેચની વાત કરીએ તો 20મી ઓવરમાં ગુજરાતને જીતવા માટે 27 રનની જરુર હતી. ખતરનાક દેખાતા રાશિદ ખાન 19મી ઓવરમાં તુષાર દેશપાંડેની બોલ પર શિકાર બન્યા હતા. ગુજરાત તરફથી ઈન ફોર્મ શુભમન ગિલે 38 બોલમાં સૌથી વધુ 42 રન બનાવ્યા હતા. ચેન્નાઈ તરફથી દીપક ચાહર, મહિશ તિક્ષાના અને રવિન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ લીધી હતી.
14મી ઓવરમાં ધોનીની દીપક ચાહરની બોલિંગ અને સ્લો કટરમાં શુભમન ગિલનો શિકાર થતા મેચનો ટર્નિંગ પોઈન્ટ હતો, ત્યાં સુધી મેચ ગુજરાત ટાઈટન્સની તરફેણમાં જ હતી. શુભમન ગિલ, હાર્દિક પંડ્યાની વિકેટ બાદ ગુજરાત ટાઈટન્સ ખૂબ નિરાશા જનક સ્થિતિમાં આવી ગયું હતું. અંતે ચેન્નાઈ સુપર કિંગ્સે “થાલા”ની આગેવાનીમાં ખૂબ જ ધીરજ પૂર્વક મેચની જીતનો રસ્તો પાકો કર્યો હતો.
Advertisement