ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2023 ની 43મી મેચમાં જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલી અને લખનવ સુપરજાયન્ટ્સના માર્ગદર્શક ગૌતમ ગંભીર વચ્ચે મેચ પછી ક્રિકેટ ચાહકોને ઉગ્ર બોલ-ચાલ થઇ હતી.
Advertisement
Advertisement
મામલો એટલો વધી ગયો હતો કે ઘણા ખેલાડીઓએ દરમિયાનગીરી કરીને બચાવ કરવો પડ્યો હતો. ક્રિકેટની આ શરમજનક ઘટના ત્યારે જોવા મળી જ્યારે RCBએ લખનવ સામેની મેચ જીતી લીધી હતી. મેચ પુરી થયા બાદ મેદાન પર હોબાળો મચી ગયો હતો. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરને સજા ફટકારી છે.
બીસીસીઆઈએ લખનવ સુપર જાયન્ટ્સ અને અફઘાનિસ્તાનના યુવા ક્રિકેટર નવીન-ઉલ-હકને પણ બક્ષ્યો નથી. નવીન ઉલ હક મેચ દરમિયાન વિરાટ કોહલી સાથે લડતો જોવા મળ્યો હતો. BCCIએ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરને તેમની મેચ ફીના 100 ટકા દંડ ફટકાર્યો છે. જ્યારે નવીન-ઉલ-હક પર IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ લખનવ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચ બાદ તેની મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે કોઈ વાતને લઈને ચર્ચા ચાલી રહી હતી. દલીલ એટલી વધી ગઈ કે બાકીના ખેલાડીઓ અને સ્ટાફે દરમિયાનગીરી કરવી પડી. આ ઘટનાનો વીડિયો ઘણો વાયરલ થયો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે લખનવ સુપર જાયન્ટ્સના અમિત મિશ્રા અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુપ્લેસીસ પણ બચાવમાં આવ્યા હતા.
ચાહકોએ કર્ણાટક ચૂંટણીમાં બદલો લેવાની ધમકી આપી છે
વિરાટ કોહલીના ચાહકોને ગૌતમ ગંભીરનો આ રીતનો ટકરાવ ગમ્યો નથી. તેમણે ટ્વિટર પર તેની આકરી ઝાટકણી કાઢી હતી. @shaandelhite હેન્ડલ સાથેના એક યુઝરે લખ્યું, એક BJP સાંસદ કર્ણાટકના ગૌરવ એવા RCBના વિરાટ કોહલીને ધમકી આપી રહ્યો છે. કર્ણાટકના લોકો 13મી મેના રોજ તેમને પાઠ ભણાવવા માટે તૈયાર છે.
મેચની વાત કરીએ તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે લખનવ સુપર જાયન્ટ્સને તેના ઘરે 18 રનથી હરાવ્યું હતું. મેચ જીતવા માટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે લખનવ સુપર જાયન્ટ્સને 127 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં કેએલ રાહુલની કપ્તાનીમાં લખનવની ટીમ 108 રનમાં સમેટાઈ ગઈ હતી.
Lucknow ?Bangalore
LSG ? RCBThe King of Cricket #viratkohli Vs #Gambhir During IPL Match.?
King Kohli, #IPL2023 #RCBVSLSG विराट कोहली pic.twitter.com/1nXKFFm1tK
— ALKA MANDAL (@Alka_Mandall) May 2, 2023
Advertisement