નવી દિલ્હી: હરિયાણાની ખાપ પંચાયતો 27 એપ્રિલે જંતર-મંતર પર વિરોધ કરી રહેલા કુસ્તીબાજોના સમર્થનમાં દિલ્હી પહોંચશે. રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહનો વિરોધ કરી રહેલા કુસ્તીબાજોમાંથી એક બજરંગ પુનિયાએ ખાપ પંચાયતોને તેમને સમર્થન આપવા માટે અપીલ કરી હતી.
Advertisement
Advertisement
24 એપ્રિલે પૂનિયાએ કહ્યું, છેલ્લી વખત અમારાથી ભૂલ થઈ ગઈ હતી. અમે ખેલાડીઓ છીએ, અમને રાજનીતિ આવડતી નથી. આજે અમને તમારી જરૂર છે, અમારો સાથ આપો. આટલાં મોટા ખેલાડીઓ ધરણા પર બેઠા છે. અત્યારે કશું થશે નહીં, તો ભવિષ્યમાં પણ કશું થશે નહીં. આપણી બહેન-દીકરીઓની લડાઈમાં અમારું સમર્થન કરો. આ લડાઈ એક બાહુબલી વિરુદ્ધ છે.
25 એપ્રિલની સાંજ સુધીમાં ઘણી ખાપ પંચાયતો સક્રિય થઈ ગઈ હતી. મીટિંગ શરૂ થઈ. નક્કી થયું કે અમે જંતર-મંતર જઈને કુસ્તીબાજોને સમર્થન આપીશું. કેટલીક પંચાયતો હજુ પણ કોલની રાહ જોઈ રહી છે. જોકે કુસ્તીબાજોના સમર્થન પર બધા એકમત થયા છે.
હરિયાણાના વિવિધ ખાપને મર્જ કરીને રચાયેલી સર્વખાપ પંચાયતના પ્રવક્તા જગબીર મલિક કહે છે, “અમે અમારી દીકરીઓ સાથે છીએ. તેઓ જંતર-મંતર પર બેસીને રડી રહી છે. તેમની સાથે ચોક્કસપણે કંઈક થયું છે. તેઓ કુસ્તીબાજ છે, આ રીતે બેસીને ક્યારેય રડે નહીં. તમામ ખાપ પંચાયતો તેમની સાથે છે. ઝજ્જર, રોહતક, સોનીપત અને અન્ય પંચાયતો સાથે વાત કરશે.
Advertisement