ગુજરાતે જીતની સતત ત્રીજી મેચ જીતીને આખો માહોલ બદલી નાંખ્યો છે. કોલકાતાને તેના હોમગ્રાઉન્ડમાં જ હરાવીને વિજયની શાનદાર ઉજવણી કરી હતી.
Advertisement
Advertisement
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આ સિઝનમાં આજે ફરીથી ડબલ હેડર મેચ રમાશે પહેલી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાઈ હતી જેમાં ગુજરાત ટાઇટન્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 7 વિકેટે હરાવ્યું.
હવે ગુજરાત પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર પહોંચી ગયું છે. આમ 6 જીત સાથે 12 પોઇન્ટ્સ થઈ ગયા છે. ગુજરાતે 180 રનના ટાર્ગેટને 17.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને જીત મેળવી લીધી હતી.
ગુજરાતમાંથી વિજય શંકરે શાનદાર ઇનિંગ રમતા 24 બોલમાં 51* રન ફટકાર્યા હતા તો શુભમન ગિલે 35 બોલમાં 49 રન બનાવ્યા હતા. ડેવિડ મિલરે 18 બોલમાં 32 રન ફટકાર્યા હતા. કોલકાતા તરફથી આન્દ્રે રસેલ, હર્ષિત રાણા અને સુનીલ નારાયણને 1-1 વિકેટ મળી હતી.
16 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 142/3 હતો. કેપ્ટન નીતીશ રાણાએ બોલ વરુણ ચક્રવર્તીને આપ્યો હતો. વિજય શંકરે તેની એક ઓવરમાં ત્રણ સિક્સર ફટકારી અને મિલર સાથે 24 રન જોડ્યા હતા. આ પછી મેચ ગુજરાતની એક તરફી થઈ ગઈ હતી.
મિલર-શંકરની જોરદાર ભાગીદારી
93 રનના ટીમના સ્કોર પર ઓપનર શુભમન ગિલની વિકેટ ગુમાવ્યા બાદ ડેવિડ મિલર અને વિજય શંકરે 39 બોલમાં 87 રનની જોરદાર બેટિંગ ભાગીદારી કરીને મેચને જીત તરફ લાવી દીધી હતી. જો કે ગિલ 49 રન બનાવીને આઉટ થયો હતો અને વાતાવરણ બદલાયું હતું.
ભારે પડી મિલરનો કેચ છોડવાની ભૂલ
જ્યારે ગુજરાતને 30 બોલમાં 51 રનની જરૂર હતી, ત્યારે 16મી ઓવરના પહેલા બોલ પર સુયશ શર્માએ આન્દ્રે રસેલના બોલ પર ડેવિડ મિલરનો કેચ છોડ્યો હતો. જો તે કેચ લેવામાં સફળ થયો હોત, તો કદાચ મેચ કોલકાતા પાસે હોત.
પંડ્યા-ગીલની અડધી સદીની સંગીન ભાગીદારી
કેપ્ટન હાર્દિક પંડ્યા અને શુભમન ગીલે બીજી વિકેટ માટે અડધી સદીની ભાગીદારી કરી હતી અને 39 બોલમાં 50 રન બનાવ્યા હતા. જો કે હર્ષિત રાણાએ આ ભાગીદારી તોડીને પંડ્યાને આઉટ કર્યો હતો.
Advertisement