એશિયા કપ 2023માં સુપર 4માં પોતાની પ્રથમ મેચમાં ગઈકાલે ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 228 રનના વિશાળ તફાવતથી હરાવ્યું હતું. પાકિસ્તાન સામે મોટી જીત હાંસલ કર્યા બાદ હવે ટીમ ઈન્ડિયા આજે સુપર 4માં શ્રીલંકા સામે ટકરાશે. આ મેચ બપોરે 3 વાગ્યે શરૂ થશે, જ્યારે ટોસ તેના અડધા કલાક પહેલા એટલે કે બપોરે 2.30 વાગ્યે થશે. અગાઉ વરસાદને કારણે વિક્ષેપમાં પડેલી ભારત – પાકિસ્તાન વચ્ચેની મેચ બે દિવસમાં પૂર્ણ થઈ હતી અને ભારતે શાનદાર જીત મેળવી હતી.
Advertisement
Advertisement
અત્રે ઉલ્લેખનીય છે કે તે મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને ભારતને બેટિંગ આપી હતી. ભારતે નિર્ધારિત 50 ઓવરમાં કે એલ રાહુલ અને વિરાટ કોહલીની આક્રમક સદીની મદદથી બે વિકેટે 356 રન નોંધાવ્યા હતા. 357 રનના વિજયલક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમ આઠ વિકેટે માત્ર 128 રન જ નોંધાવી શકી હતી અને 228 રને મેચ હારી ગઈ હતી. ઈજાગ્રસ્ત હારીસ રઉફ અને નસીમ શાહ બેટિંગ કરવા આવ્યા ન હતા.ભારત તરફથી કુલદીપ યાદવે શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં 25 રનમાં પાકિસ્તાનની પાંચ વિકેટ ઝડપી હતી.
પાકિસ્તાન સામે મોટી જીત હાંસલ કર્યા બાદ હવે ટીમ ઈન્ડિયા આજે શ્રીલંકા સામે ટકરાશે. આ મેચ પણ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. આ એ જ મેદાન છે જ્યાં વરસાદના કારણે ભારત-પાકિસ્તાન મેચને રિઝર્વ ડે પર શિફ્ટ કરવામાં આવી હતી. જો કે ખરાબ હવામાનની અસર ભારત-શ્રીલંકા મેચમાં પણ જોવા મળે તેવી શક્યતા છે.
આજની મેચમાં પણ વરસાદ પડવાની સંભાવના
આજની મેચમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. સમગ્ર મેચ દરમિયાન આકાશ વાદળછાયું રહેશે. બપોરે 3 વાગ્યે મેચ શરૂ થવાના સમયે વરસાદ થવાની સંભાવના છે. સાથે જ સાંજના સમયે પણ વરસાદની સંભાવના છે. આ સ્થિતિમાં આ મેચમાં પણ વરસાદ વિઘ્ન ઉભું કરી શકે તેમ છે. જો કે આજની આ મેચ માટે કોઈ રિઝર્વ ડે રખાયો નથી. તેવી સ્થિતિમાં પરિણામ આજે જ આવી જશે. એટલે કે અમ્પાયર 20-20 ઓવરની રમત રમાડવાનો પ્રયાસ કરશે. આ પણ શક્ય નહીં થાય તો મેચ રદ્દ કરવી પડશે અને બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવશે.
વન-ડેમાં કોહલીના 13000 રન પૂરા
વિરાટ કોહલીએ એશિયા કપ 2023માં પાકિસ્તાન સામે સુપર 4ની મેચમાં અણનમ રહીને શાનદાર સદી ફટકારી હતી. ODIમાં પોતાની 47મી સદી ફટકારવાની સાથે કોહલીએ આ ફોર્મેટમાં કપની સૌથી વધુ ઇનિંગ્સમાં 13000 રન પણ પૂરા કર્યા. કોહલીએ 122 રનની આ ઇનિંગમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. કોહલીએ બાઉન્ડ્રી દ્વારા 54 રન અને રનિંગ દ્વારા 68 રન નોંધાવ્યા હતા.
Advertisement