એશિયા કપ માટે BCCIએ ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. કેએલ રાહુલ અને શ્રેયસ અય્યર ટીમમાં પરત ફર્યા છે. બંને લાંબા સમયથી ઈજાના કારણે બહાર હતા. હવે બંને પાછા આવી ગયા છે. જ્યારે જસપ્રિત બુમરાહ અને પ્રસિદ્ધ કૃષ્ણા પણ વનડે ટીમમાં વાપસી કરી રહ્યા છે. આ બંનેને પણ ઈજા થઈ હતી. ભારતીય ટીમમાં તિલક વર્મા નવો ચહેરો હશે.
Advertisement
Advertisement
અજીત આગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ તિલકને પસંદ કરીને સૌને આશ્ચર્યચકિત કર્યા છે. તિલકે હાલમાં જ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર ટી20માં ડેબ્યૂ કર્યું હતું. એશિયા કપ 30 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યો છે. પસંદગીકારોએ 18 ખેલાડીઓની ટીમની જાહેરાત કરી છે. 17 ખેલાડીઓની ટીમ છે અને સંજુ સેમસન બેકઅપ વિકેટકીપર હશે. નંબર-4ની સૌથી ચર્ચિત પોઝિશન પર શ્રેયસની સાથે બેટર સૂર્યકુમાર યાદવ અને 20 વર્ષીય તિલક વર્માની પસંદગી કરવામાં આવી છે.
એશિયા કપ માટે ટીમ ઈન્ડિયા
રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શુબ્મન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ઈશાન કિશન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા.
બેકઅપ: સંજુ સેમસન
બુમરાહ વાઈસ કેપ્ટન બને તેવી શક્યતા
વર્લ્ડ કપથી વિપરીત, એશિયા કપના નિયમો 17 સભ્યોની ટીમને મંજૂરી આપે છે. બાંગ્લાદેશ અને પાકિસ્તાને 17 સભ્યોની ટીમ પસંદ કરી છે. આ વર્ષે એશિયા કપની યજમાની પાકિસ્તાન-શ્રીલંકા દ્વારા કરવામાં આવશે. પ્રથમ મેચ 30 ઓગસ્ટે પાકિસ્તાન અને નેપાળ વચ્ચે મુલતાનમાં રમાશે.
આ વખતે ટુર્નામેન્ટનું આયોજન ‘હાઈબ્રિડ મોડલ’માં કરવામાં આવશે. એશિયા કપની મેચો પાકિસ્તાન અને શ્રીલંકામાં રમાશે. ભારતીય ટીમે પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો ઇનકાર કર્યા પછી, ACCએ PCBના ‘હાઇબ્રિડ મોડલ’નો સ્વીકાર કર્યો હતો.
Advertisement