પાકિસ્તાનનો બેટ્સમેન બાબર આઝમ વન-ડે ક્રિકેટમાં સૌથી ઝડપી 5000 રન બનાવનાર ખેલાડી બની ગયો છે. આ પાકિસ્તાની બેટ્સમેને કરાચીમાં ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં આ સિદ્ધિ મેળવી હતી.
આઝમે આ મેચમાં 19 રન બનાવીને આ રેકોર્ડ બનાવ્યો હતો.
28 વર્ષીય આઝમે દક્ષિણ આફ્રિકાના ખેલાડી હાશિમ અમલાનો રેકોર્ડ તોડ્યો છે. અમલાએ 104 મેચમાં આ રેકોર્ડ બનાવ્યો હતો.
આઝમ ODIમાં 5000 રન બનાવનાર 14મો પાકિસ્તાની ખેલાડી છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન ઈન્ઝમામ-ઉલ-હક 11,701 રન સાથે ટોચ પર છે.
Advertisement