ઓસ્ટ્રેલિયાએ એશિઝ શ્રેણીની બીજી ટેસ્ટ મેચ જીતીને પાંચ મેચની શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ લોર્ડ્સમાં ઈંગ્લેન્ડને 43 રને હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ ભલે આ મેચમાં વિજય મેળવ્યો હોય, પરંતુ આ મેચ ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સના નામે રહી હતી. ઈંગ્લેન્ડના સુકાની સ્ટોક્સે આ મેચની બીજી ઈનિંગમાં શાનદાર 155 રન બનાવ્યા અને પોતાની ટીમને જીતની નજીક પહોંચાડી હતી. એક સમયે ઈંગ્લેન્ડની જીત નિશ્ચિત લાગતી હતી. પરંતુ સ્ટોક્સ આઉટ થતાં જ પરિસ્થિતિ બદલાઈ ગઈ. જોશ ટોંગ અને એન્ડરસને લડાઈ ચાલુ રાખવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા અને અંતે ઈંગ્લેન્ડનો પરાજય થયો. ઓસિના સ્ટિવન સ્મિથને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
Advertisement
Advertisement
ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ લીધી હતી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઈનિંગમાં 416 રન નોંધાવ્યા હતા. જેમાં સ્ટીવ સ્મિથના 110 રન, ટ્રેવિસ હેડના 77, ડેવિડ વોર્નરના 66 અને માર્નસ લાબુશેને 47 રનનું યોગદાન આપ્યું હતું. ઈંગ્લેન્ડ તરફથી ઓલી રોબિન્સન અને જોશ ટોંગે ત્રણ-ત્રણ વિકેટ જ્યારે જો રૂટે બે વિકેટ ઝડપી હતી. જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ ઈનિંગમાં માત્ર 325 રન જ નોંધાવી શકી હતી. બેન ડકેટસદી ચૂકી ગયો હતો અને નર્વસ નાઈન્ટિઝમાં 98 રને આઉટ થઈ ગયો હતો. જ્યારે જેક ક્રાઉલે 48, ઓલી પોપે 42 અને હેરી બ્રુકે 50 રનનું યોગદાન આપ્યું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્કે ત્રણ, હેઝલવુડ અને ટ્રેવિસ હેડે બે-બે વિકેટ લીધી હતી. પ્રથમ દાવમાંઓસ્ટ્રેલિયાને પ્રથમ દાવમાં 91 રનની લીડ મળી હતી.
ઓસ્ટ્રેલિયાએ બીજા દાવમાં 279 રન નોંધાવ્યા હતા. તેમાં ઉસ્માન ખ્વાજાએ 77 અને સ્ટીવ સ્મિથે 34 રનનું યોગદાન આપ્યું હતું. ઈંગ્લેન્ડ તરફથી સ્ટુઅર્ટ બ્રોડે ચાર જ્યારે જોશ ટોંગ અને ઓલી રોબિન્સને બે-બે વિકેટ ઝડપી હતી. ઈંગ્લેન્ડને ટેસ્ટ વિજય માટે બીજી ઈનિંગમાં 370 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ ટીમ 327 રને ઓલઆઉટ થઈ જતાં 43 રને તેનો પરાજય થયો હતો. બીજી ઈનિંગમાં કેપ્ટન બેન સ્ટોક્સે 9 ચોગ્ગા અને 9 છગ્ગા સાથે આક્રમક બેટિંગ કરીને 155 રન નોંધાવ્યા હતા. બેન ડકેટે 83 રનનું યોગદાન આપ્યું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્ક, પેટ કમિન્સ અને જોશ હેઝલવુડે ત્રણ-ત્રણ વિકેટ જ્યારે ગ્રીને એક વિકેટ ઝડપી હતી.
બેન સ્ટોક્સનો વર્લ્ડ રેકોર્ડ
આ ટેસ્ટ મેચમાં બેન સ્ટોક્સે એક ખાસ રેકોર્ડ નોંધાવ્યો હતો. સ્ટોક્સ ટેસ્ટ મેચની ચોથી ઈનિંગમાં છઠ્ઠા નંબર પર કે તેનાથી નીચેના ક્રમે બેટિંગમાં 150થી વધુ રન નોંધાવનારો વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો છે. સ્ટોક્સે 9 ચોગ્ગા અને 9 છગ્ગા સાથે આક્રમક બેટિંગ કરીને 155 રન નોંધાવ્યા હતા. સ્ટોક્સ ચોથી ઇનિંગમાં ઇંગ્લેન્ડ તરફથી સૌથી વધુ સ્કોર કરનારો પાંચમો ખેલાડી પણ બન્યો હતો. બિલ એડરિચ સૌથી વધુ 219 રન સાથે પ્રથમ ક્રમે છે.
Advertisement