એશિયા કપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે પાલેકલમાં હાઈ વોલ્ટેજ મેચ રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને પાકિસ્તાન સામે બેટિંગ લીધી છે. ભારત તરફથી રોહિત શર્મા અને શુબ્મન ગિલે ઈનિંગની શરૂઆત કરી હતી. છેલ્લાં અહેવાલ પ્રમાણે ભારતે 31 ઓવરમાં 4 વિકેટે 156 રન નોંધાવ્યા છે. ઈશાન કિશન 63 બોલમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 58 રન અને હાર્દિક પંડ્યા 56 બોલમાં 3 ચોગ્ગા સાથે 43 રન સાથે ક્રિઝ પર છે.
Advertisement
Advertisement
ભારતે 27 રનના સ્કોરે તેની બીજી વિકેટ ગુમાવી હતી. તે પછી શુબ્મન ગિલ (10 રન )અને શ્રેયસ ઐયર (14 રન) આઉટ થઈ ગયા હતા. એક સમયે ભારતે 66 રનમાં 4 વિકેટે ગુમાવી દીધાી હતી. જોકે, તે પછી ઈશાન કિશન અને હાર્દિક પંડ્યાએ ધીમી પણ મક્કમ બેટિંગથી ભારતના સ્કોરને આગળ ધપાવ્યો હતો.
શરુઆતમાં પૂરી પાંચ ઓવર પણ રમાઈ ન હતી ત્યાં વરસાદે વિઘ્ન ઉભું કર્યું હતું. જેને લીધે મેચ થોડાં સમય માટે અટકી ગઈ હતી. વરસાદને લીધે મેચ અટકી ત્યારે ભારતનો સ્કોર 4.2 ઓવરમાં વિના વિકેટે 15 રન હતો.
જોકે, રમત ફરી શરૂ થઈ તેના થોડાં સમયમાં ભારતે રોહિત શર્મા અને વિરાટ કોહલીની વિકેટો ગુમાવી દીધી હતી. રોહિત શર્મા 22 બોલમાં 2 ચોગ્ગા સાથે 11 રન નોંધાવીને શાહિન આફ્રિદીની બોલિંગમાં બોલ્ડ થયો હતો. તે સમયે ભારતનો સ્કોર 15 રન હતો. તે પછી રોહિતના સ્થાને વિરાટ કોહલી બેટિંગમાં આવ્યો હતો. જોકે, તે પણ લાંબુ ટકી શક્યો ન હતો. કોહલી પણ 7 બોલમાં એક ચોગ્ગા સાથે 4 રન નોંધાવીને શાહિન આફ્રિદીની બોલિંગમાં બોલ્ડ થતાં ભારતે 27 રનના સ્કોરે તેની બીજી વિકેટ ગુમાવી હતી.
વરસાદને કારણે પીચ ઢાંકી દેવાઈ
અગાઉ કેન્ડીના પાલેકલ ઈન્ટરનેશનલ સ્ટેડિયમની પિચને ભારે વરસાદને કારણે કવર્સથી ઢાંકી દેવામાં આવી હતી. આ અગાઉ આજની મેચ માટે ભારતીય ક્રિકેટ ટીમ હોટલથી સ્ટેડિયમ પહોંચી ગઈ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.
IND vs PAK મેચ રદ થાય તો શું થશે?
હવામાન વિભાગે આજે વરસાદની આગાહી કરી છે. આજે સવારથી સતત વરસાદ પડી રહ્યો છે, જોકે, મેચ તેના નિર્ધારિત સમયે જ શરૂ થઈ હતી. પરંતુ, પાંચ ઓવરની પણ રમત રમાઈ ન હતી ત્યાં વરસાદ પડતાં મેચ રોકી દેવામાં આવી હતી. હવે સતત વરસાદ પડતો રહે અને તેના કારણે મેચ રદ્દ થાય તો બંને ટીમો વચ્ચે પોઈન્ટની વહેંચણી થશે કારણ કે આ મેચ માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી.. એવું થશે તો પાકિસ્તાનની ટીમ સીધી સુપર 4માં પોતાનું સ્થાન બનાવી લેશે.
Advertisement