એશિયા કપ – 2023ના સુપર 4 રાઉન્ડમાં કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે ગઈકાલે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ વરસાદના કારણે રોકાઈ ગઈ હતી. જે આજે રિઝર્વ ડેએ ગઈકાલના સ્કોરથી આગળ રમાઈ રહી છે. છેલ્લાં અહેવાલ પ્રમાણે ભારતે 40 ઓવરમાં બે વિકેટે 251 રન નોંધાવ્યા છે. રાહુલ સાત ચોગ્ગા અને બે છગ્ગા સાથે 72 અને કોહલી પાંચ ચોગ્ગા સાથે 57 રને ક્રિઝ પર છે.
Advertisement
Advertisement
અત્રે ઉલ્લેખનીય છે કે આજે પણ મેચમાં વરસાદનું વિઘ્ન નડ્યું હતું અને મેચ સમયસર શરૂ થી શકી ન હતી. જોકે, ભારત માટે સારી વાત એ છે કે ભારતે આજે વધુ એક પણ વિકેટ ગુમાવી નથી. બન્ને ખેલાડીઓએ ગઈકાલના 2 વિકેટે 147 રનના સ્કોરથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. રાહુલ અને કોહલીએ મક્કમ અને આક્રમક બેટિંગ સાથે ટીમનો સ્કોર પહેલા તો 150 અને તે પછી 33.5 ઓવરમાં 200 તથા 35 ઓવરમાં 225 રન અને 40 ઓવરમાં 250 રનને પાર પહોંચાડ્યો હતો.
અગાઉ ગઈકાલે પાકિસ્તાને ટોસ જીતીને ફિલ્ડિંગ લીધી હતી. ભારતની ટીમ બેટિંગમાં આવી હતી. પ્રથમ વિકેટ માટે રોહિત શર્મા અને શુબ્મન ગિલ વચ્ચે 16.4 ઓવરમાં 121 રનની ભાગીદારી થઈ હતી. જોકે, તો પછી માત્ર બે રનના ગાળામાં બન્ને આઉટ થઈ ગયા હતા. રોહિત શર્મા છ ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 56 રન અને શુબ્મન ગિલ 10 ચોગ્ગા સાથે 58 રન નોંધાવીને આઉટ થયાં હતા. વરસાદને કારણે રમત બંધ રાખવાની ફરજ પડી ત્યારે ભારતે 24.1 ઓવરમાં બે વિકેટે 147 રન નોંધાવ્યા હતા. વિરાટ કોહલી 8 અને કેએલ રાહુલ 17 રને ક્રિઝ પર હતા. પાકિસ્તાનના બોલરો શાહીન અને શાદાબને એક-એક વિકેટ મળી હતી.
સુપર ફોરમાં પોઈન્ટ ટેબલની સ્થિતિ
સુપર ફોરના પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાન એક મેચમાં બે પોઈન્ટ અને +1.051 નેટ રન રેટ સાથે ટોચ પર છે. શ્રીલંકા એક મેચમાં બે પોઈન્ટ અને +0.420 નેટ રન રેટ સાથે બીજા સ્થાને છે. બંને મેચ હાર્યા બાદ ભારત ત્રીજા સ્થાને અને બાંગ્લાદેશ ચોથા સ્થાને છે.
Advertisement