ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે એશિઝ ટેસ્ટ શ્રેણી આજથી શરૂ થઈ છે. એજબેસ્ટન ખાતે બંને ટીમો વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. છેલ્લાં અહેવાલ પ્રમાણે ઈંગ્લેન્ડે 32 ઓવરમાં 3 વિકેટે148 રન નોંધાવ્યા છે. જો રુટ 29 અને હેરી બ્રુક 25 રને ક્રિઝ પર છે.
Advertisement
Advertisement
ઓપનીંગમાં આવેલા ઝેક ક્રોલી અને બેન ડકેટે ઈંગ્લેન્ડની ઈનિંગની આક્રમક શરુઆત કરી હતી. જોકે, 3.4 ઓવરે કુલ 22 રનના સ્કોરે ડકેટ અંગત 12 રને હેઝલવુડની બોલિંગમાં એલેક્સ કેરીના હાથે કેચઆઉટ થતાં ઓસિને પહેલી સફળતા મળી હતી. તે પછી ક્રોલી સાથે ઓલી પોપ જોડાયો હતો અને બન્નેએ ઈંગ્લેન્ડના સ્કોરને આગળ ધપાવ્યો હતો.
જોકે, કુલ 92 રનના સ્કોરે પોપ અંગત 31 રને લાયનની બોલિંગમાં એલબીડબલ્યુ આઉટ થતાં ઈંગ્લેન્ડે બીજી વિકેટ ગુમાવી હતી.ત્યારબાદ જો રુટ ક્રોલી સાથે જોડાયો હતો. ક્રોલીએ અડધી સદી નોંધાવી હતી. ટીમના 124 રનના સ્કોરે ક્રોલી અંગત 61 રને બોલેન્ડની બોલિંગમાં એલેક્સ કેરીના હાથે કેચઆઉટ થતાં ઈંગ્લેન્ડની ત્રીજી વિકેટ પડી હતી.
આ ટેસ્ટમાં ઓસિ સુકાની પેટ કમિન્સે મિચેલ સ્ટાર્કને પ્લેઈંગ-11માંથી બહાર કરી દીધો હતો. સ્ટાર્કના સ્થાને જોશ હેઝલવુડનો પ્લેઈંગ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
Advertisement