ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એશિઝ શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ લીડ્સમાં હેડિંગ્લે ખાતે રમાઈ રહી છે. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. બેટિંગ કરવા આવેલી ઓસ્ટ્રેલિયાની ટીમ તેની પ્રથમ ઈનિંગમાં 263 રન નોંધાવીને આઉટ થઈ ગઈ હતી. ગઈકાલે પ્રથમ દિવસની રમતના અંતે ઈંગ્લેન્ડે તેની પ્રથમ ઈનિંગમાં ત્રણ વિકેટે 68 રન નોંધાવ્યા હતા. જો રુટ 19 અને બેરિસ્ટો 1 રને ક્રિઝ પર છે. પ્રથમ ઈનિંગના આધારે ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા કરતાં 195 રને પાછળ છે.
Advertisement
Advertisement
આ અગાઉ ઓસ્ટ્રેલિયાતરફથી વોર્નર અને ખવાજાએ ઈનિંગની શરૂઆત કરી હતી. પરંતુ, વોર્નર ચાર રન નોંધાવીને બ્રોડની બોલિંગમાં ક્રોલીના હાતે કેચઆઉટ થતાં ઓસિએ માત્ર 4 રનના સ્કોરે પહેલી વિકેટ ગુમાવી હતી. તે પછી રમતમાં આવેલા લેબુશ્ગન અને ખવાજાએ ધીમે ધીમે સ્કોર વધાર્યો હતો. પંરતુ, ખવાજા અંગત 13 રને માર્ક વુડની બોલિંગમાં બોલ્ડ થતાં ઓસિએ 42 રનના સ્કોરે બીજી વિકેટ ગુમાવી દીધી હતી. તે પછી લેબુશ્ગન 21 સ્ટીવન સ્મિથ 22 અને ટ્રેવિસ હેડ 39 રન નોંધાવીને આઉટ થયાં હતા.
જોકે, મિચેલ માર્શ અને હેડ વચ્ચે પાંચમી વિકેટ માટે 155 રનની મહત્ત્વની ભાગીદારી થઈ હતી. માર્શ ઝડપી અને આક્રમક સદી નોંધાવીને 17 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 118 રને આઉટ થતાં ઓસિએ 240 રને તેની પાંચમી વિકેટ ગુમાવી હતી. તે પછીના બેટ્સમેનો સ્કોરને વધુ આગળ ધપાવી શક્યા ન હતા અને ઓસ્ટ્રેલિયાની ટીમ 263 રને ઓલઆઉટ થઈ હતી.
ઈંગ્લેન્ડ તરફથી માર્ક વુડ સૌથી સફળ બોલર રહ્યો હતો અને તેણે માત્ર 34 રન આપીને ઓસિની પાંચ મહત્ત્વની વિકેટ ઝડપી હતી.જ્યારે ક્રિસ વોક્સે ત્રણ અને સ્ટુઅર્ટ બ્રોડે બે વિકેટ ઝડપી હતી.
ઈંગ્લેન્ડની શરૂઆત પણ સારી રહી ન હતી અને 18 રનના કુલ સ્કોરે બેન ડકેટ માત્ર 2 રન નોંધાવીને આઉટ થતાં તેની પ્રથમ વિકેટ પડી હતી. તેપછી હેરી બ્રૂક 3 અને ઝેક ક્રોલી 33 રન નોંધાવીને આઉટ થતાં ઈંગ્લેન્ડે 65 રને ત્રીજી વિકેટ ગુમાવી હતી.
એશિઝ સિરીઝની પ્રથમ બન્ને ટેસ્ટમાં પરાજય થતાં ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયાથી 2 – 0 થી પાછળ છે.
Advertisement