ઈંગ્લેન્ડે ચોથા દિવસે હેડિંગ્લે ટેસ્ટ ત્રણ વિકેટે જીતીને એશિઝ શ્રેણીને ફરી રોમાંચક બનાવી દીધી છે. પાંચ ટેસ્ટની શ્રેણીની શરૂઆતની બંને ટેસ્ટ ગુમાવ્યા બાદ યજમાન ટીમ માટે આ ટેસ્ટ ‘કરો યા મરો’ની કસોટી હતી. ત્રીજી ટેસ્ટમાં, ઇંગ્લેન્ડે તેના યુવા બેટ્સમેન હેરી બ્રુક (75)ની પાંચમી અડધી સદી અને ટીમમાં સામેલ ક્રિસ વોક્સ, માર્ક વુડની ઓલરાઉન્ડ રમતને કારણે સિરીઝમાં શાનદાર પુનરાગમન કર્યું હતું. ક્રિસ વોક્સે વિનિંગ બાઉન્ડરી ફટકારી હતી. પાંચ ટેસ્ટની આ સિરીઝ હવે 2-1 થઈ છે.
Advertisement
Advertisement
લીડ્સમાં હેડિંગ્લે ખાતે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી એશિઝ શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડનો ત્રણ વિકેટે વિજય થયો હતો. આ અગાઉ મેચમાં વરસાદનું ભારે વિઘ્ન નડ્યું હતું. ત્રીજી ટેસ્ટ જીતવા માટે ઓસિએ આપેલા 251 રનના લક્ષ્યનો પીછો કરવા મેદાનમાં ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ તરફથી ક્રોલી અને ડકેટે સારી શરૂઆત કરી હતી.જોકે, કુલ 42 રનના સ્કોરે સ્ટાર્કની બોલિંગમાં ડકેટ 23 રને આઉટ થતાં ઈંગ્લેન્ડની પહેલી વિકેટ પડી હતી. અંગત 44 રને આઉટ થતાં પહેલા ક્રોલીએ સારી લડત આપી હતી. મોઈનઅલી 5 જો રુટ 21 રને આઉટ થયાં હતા.
જોકે, ઈંગ્લેન્ડના આ શાનદાર વિજયમાં હેરી બ્રુકનો ફાળો ખૂબ મહત્ત્વનો રહ્યો હતો. બ્રુકે 93 બોલમાં 9 ચોગ્ગા સાથે ઝડપી 75 રન નોંધાવ્યા હતા. બ્રુક આઉટ થયાં પછી ક્રિસ વોક્સ (32) અને માર્ક વુડ (16) ઈંગ્લેન્ડને વિજય તરફ દોરી ગયાં હતા. ઓસિ તરફથી મિચેલ સ્ટાર્કે પાંચ તથા કમિન્સ અને માર્શે ઈંગ્લેન્ડની 1-1 વિકેટ ઝડપી હતી.
આ અગાઉ ઓસિએ 4 વિકેટે 116 રને અધૂરી રહેલી તેની બીજી ઈનિંગ આગળ ધપાવી હતી. મિચેલ માર્શ અંગત 28 રને વોક્સની બોલિંગમાં બેરિસ્ટોના હાથે કેચઆઉટ થતાં ઓસિએ 131 રને પાંચમી વિકેટ ગુમાવી હતી.તે પછી એલેક્સ કેરી 5 સ્ટાર્ક 16, કમિન્સ 1 અને ટી મરફી 11 તથા છેલ્લે ટ્રેવિસ હેડ 77 રન નોંધાવીને આઉટથતાં ઓસિની બીજી ઈનિંગ 224 રને પૂરી થઈ હતી. પ્રથમ ઈનિંગની 26 રનની સરસાઈ સાથે તેની કુલ સરસાઈ 250 રન થતાં ઓસિએ આ ટેસ્ટ જીતવા માટે ઈંગ્લેન્ડને 251 રનનું લક્ષ્ય આપ્યું હતું.
Advertisement