ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એશિઝ શ્રેણીની બીજી ટેસ્ટ લોર્ડ્સમાં રમાઈ રહી છે. છેલ્લાં અહેવાલ પ્રમાણે મેચના બીજા દિવસે ઈંગ્લેન્ડે તેની પ્રથમ ઈનિંગમાં વિના વિકેટે 54 રન નોંધાવ્યા છે. બેન ડકેટ 20 અને ઝેક ક્રોલી 32 રને ક્રિઝ પર છે. આ અગાઉ ઓસ્ટ્રેલિયાએ ગઈકાલના પહેલા દિવસની રમતના અંતના સ્કોર પાંચ વિકેટે 339 રનથી રમવાનું શરુ કર્યું હતું. પરંતુ, આખી ટીમ પ્રથમ ઈનિંગમાં 416 રન નોંધાવીને આઉટ થઈ ગઈ હતી.
Advertisement
Advertisement
જોકે, ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટીવ સ્મિથે શાનદાર સદી સાથે 110 રન નોંધાવ્યા હતા. સ્ટીવ સ્મિથ સૌથી ઝડપી 32 ટેસ્ટ સદી ફટકારનાર ખેલાડી બન્યો અને સ્ટીવ વોને પાછળ છોડીને એશિઝમાં સૌથી વધુ રન નોંધાવનારા ખેલાડીઓમાં ચોથા સ્થાને પહોંચી ગયો.
ઓસ્ટ્રેલિયા માટે બીજા દિવસની શરૂઆત ખરાબ રહી હતી. એલેક્સ કેરી અને સ્ટીવ સ્મિથે રમવાનું શરુ કર્યું હતું. જોકે, સ્ટુઅર્ટ બ્રોડે કાંગારૂ ટીમને છઠ્ઠો ઝટકો આપ્યો હતો. એલેક્સ કેરી તેની બોલિંગમાં બે ચોગ્ગા સાથે 22 રન બનાવીને એલબીડબલ્યુ આઉટ થયો હતો. તે પછી મિચેલ સ્ટાર્ક સ્ટીવ સ્મિથ સાથે જોડાયો હતો. પરંતુ, ઈંગ્લેન્ડના બોલરો સામે ઓસિ બેટ્સમેનો વધુ ટકી શક્યા ન હતા.
ઓસિની એક પછી એક વિકેટો પડતી રહી હતી. સ્ટાર્ક 7 રને આઉટ થયો તે પછી સ્ટીવ સ્મિથ પણ તેની સદી પૂરી કરીને 15 ચોગ્ગા સાથે અંગત 110 રને જોશ ટંગની બોલિંગમાં ડકેટના હાથે આઉટ થયો ત્યારે ઓસિનો સ્કોર 393 રન હતો. તે પછી લાયન 7 અને હેઝલવુડ 4 રન નોંધાવીને આઉટ થયાં હતા. ઓસિનો પ્રથમ દાવ 416 રને પૂરો થયો હતો. કમિન્સ 22 રને અણનમ રહ્યો હતો.
ઈંગ્લેન્ડ તરફથી રોબિન્સન અને જોશ ટંગે ઓસિની 3-3 વિકેટ ઝડપી હતી. જ્યારે રુટે બે અને એન્ડરસન તથા બ્રોડે 1-1 વિકેટ લીધી હતી.
Advertisement