ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એશિઝ શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ લીડ્સમાં હેડિંગ્લે ખાતે રમાઈ રહી છે. ઓસિએ તેની બીજી ઈનિંગમાં ટી-બ્રેક સમયે 4 વિકેટે 116 રન નોંધાવ્યા છે. પ્રથમ ઈનિંગની 26 રનની સરસાઈ સાથે તે 142 રન આગળ છે. ટ્રેવિસ હેડ 18 અને મિચેલ માર્શ 17 રને બેટિંગમાં છે. છેલ્લાં અહેવાલ પ્રમાણે વરસાદ પડતાં રમત શરૂ થવામાં વિલંબ થઈ રહ્યો છે.
Advertisement
Advertisement
અગાઉ ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. બેટિંગ કરવા આવેલી ઓસ્ટ્રેલિયાની ટીમ તેની પ્રથમ ઈનિંગમાં 263 રન નોંધાવીને આઉટ થઈ ગઈ હતી. તેની સામે ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગ 237 રને પૂરી થઈ જતા ઓસિને પ્રથમ ઈનિંગના આધારે 26 રનની સરસાઈ મળી હતી.
બીજી ઈનિંગની શરૂઆતમાં ઓસિએ માત્ર 11 રનના સ્કોરે ડેવિડ વોર્નરની વિકેટ ગુમાવી દીધી હતી. તે માત્ર 1 રને બ્રોડની બોલિંગમાં ક્રાઉલીના હાથે કેચઆઉટ થયો હતો. તે પછી ઉસમાન ખવાજા સાથે લેબુશ્ગન જોડાયો હતો અને બન્નેએ 50 રનનો આંક વટાવ્યો હતો. જોકે, 68 રનના કુલ સ્કોરે લેબુશ્ગન અંગત 33 રને મોઈનની બોલિંગમાં બ્રૂકના હાથે કેચઆઉટ થતાં ઓસિએ બીજી વિકેટ ગુમાવી હતી.
ત્યારબાદ ખવાજા સાથે સ્ટીવન સ્મિથ જોડાયો હતો. પરંતુ, તે માત્ર 2 રન નોંધાવીને મોઈનની બોલિંગમાં ડકેટના હાથે કેચઆઉટ થતાં ઓસિની ત્રીજી વિકેટ 72 રનના સ્કોરે પડી ગઈ હતી. ત્યાબાદ 90 રનના કુલ સ્કોરે ખવાજા 43 રન નોંધાવીને ક્રિસ વોક્સની બોલિંદમાં બેરિસ્ટોના હાથે કેચઆઉટ થતાં ઓસિએ ચોથી વિકેટ ગુમાવી હતી.
ઈંગ્લેન્ડ તરફથી મોઈન અલીએ 2 અને બ્રોડ તથા વોક્સે 1-1 વિકેટ ઝડપી છે
એશિઝ સિરીઝની પ્રથમ બન્ને ટેસ્ટમાં પરાજય થતાં ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયાથી 2 – 0 થી પાછળ છે.
Advertisement