મુંબઈઃ છેલ્લાં કેટલાંક દિવસોથી દેશમાં ફરી એક વખત કોરોના વાયરસના કેસ વધવા લાગ્યા છે. કેરળ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. આ રાજ્યો કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાં સામેલ છે. નિષ્ણાતો XBB.1.16 ને કોરોનાના વધતા કેસોનું કારણ માને છે. આ દરમિયાન જાણવા મળી રહ્યું છે કે બોલિવુડ અભિનેત્રી અને ભાજપા નેતા કિરણ ખેર કોરોનાથી સંક્રમિત થયા છે. સોમવારે કરાયેલા ટેસ્ટમાં તેઓ કોવિડ પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું હતું.
Advertisement
Advertisement
સોશિયલ મીડિયા પર શેર કરી માહિતી
આ વાતની માહિતી કિરણ ખેરે પોતે સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેમણે ટ્વિટર પર લખ્યું કે હું કોવિડ પોઝિટિવ થઈ હોવાનું જણાયું છે. તેથી જે જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે, તેઓ મહેરબાની કરીને તેમની તપાસ કરાવશો. આ સમાચાર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા ફેન્સે કિરણ ખેરને તબિયતનું ધ્યાન રાખવાની અપીલ કરી હતી.
કેન્સર સામે લડી ચૂક્યા છે જંગ
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2021માં કિરણ ખેરને મલ્ટિપલ માયલોમા નામનું બ્લડ કેન્સર હોવાનું નિદાન થયું હતું. આ ભયંકર રોગમાંથી સાજા થયા બાદ તેમણે મનોરંજનની દુનિયામાં વાપસી કરી છે. તેઓ રિયાલિટી શો ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટમાં જજ તરીકે જોવા મળ્યા હતા. આ શોમાં દર્શકોએ તેમને ખૂબ પસંદ કર્યા હતા. કિરણ ખેરે તેમની કારકિર્દીમાં બોલિવુડની ઘણી ફિલ્મોમાં યાદગાર અભિનય આપ્યો છે. મોટાભાગની ફિલ્મોમાં તેમણે માતાની ભૂમિકા ભજવી છે. કિરણ ખેરે દેવદાસ, રંગ દે બસંતી, હમ તુમ, દોસ્તાના, મૈં હૂં ના જેવી ફિલ્મોમાં તેમના ઉત્કૃષ્ટ અભિનય બદલ પ્રશંસા મેળવી છે. કિરણ ખેર વિખ્યાત અભિનેતા અનુપમ ખેરના પત્ની છે. બન્નેએ વર્ષ 1985માં લગ્ન કર્યા હતા.
Advertisement