અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કરવામાં આવેલા ગેમ શો ‘કોન બનેગા કરોડપતિ 14′ (KBC 14’) નું પ્રસારણ સોની ટીવી પર કરવામાં આવી રહ્યુ છે. શોને લઇને એક સમાચાર સામે આવ્યા છે. 14મી સીઝનને પોતાનો પ્રથમ કરોડપતિ મળી ગયો છે. કોલ્હાપુરના કવિતા ચાવલાએ 16માં પ્રશ્નનો સાચો જવાબ આપીને એક કરોડ રૂપિયાનો ચેક પોતાના નામે કર્યો હતો. હવે કવિતા 7.5 કરોડ રૂપિયાના જેકપૉટ પ્રશ્ન માટે હૉટસીટ પર બેઠા છે.
Advertisement
Advertisement
મને ગર્વ છે કે હું સીઝનની પ્રથમ કરોડપતિ બની- કવિતા
સોની ટીવીએ ઇંસ્ટાગ્રામ પર એપિસોડના પ્રોમો શેર કરીને આ જાણકારી આપી છે. કવિતાએ કહ્યુ, “હું ખુશ છુ કે હું અહી સુધી પહોચી. મને ગર્વ છે કે હું સીઝનની પ્રથમ કરોડપતિ બની. મને આશા છે કે હું જેકપૉટ પ્રશ્નનો પણ ઉત્તર આપી શકીશ. મારા પરિવારજનો અત્યારે આ જીત વિશે નથી જાણતા. હું ઇચ્છુ છુ કે તે ટીવી પર આ જોઇને ખુશ થાય.”
કવિતા ચાવલાએ એક કરોડ રૂપિયા જીત્યા
View this post on Instagram
Advertisement