કૉમેડી કિંગ કપિલ શર્મા (Kapil Sharma) દર્શકોને હસાવવા માટે ફરી એક વખત ટીવી સ્ક્રીન પર આવવાનો છે. જી હાં, દર્શકોને લાફ્ટર ડોઝ મળવાનો છે, કારણ કે 10 સપ્ટેમ્બરથી ધ કપિલ શર્મા શો ટીવી પર ઓન એર થવા જઇ રહ્યો છે.
Advertisement
Advertisement
કપિલ શર્માના શોની ફેન્સ રાહ જોઇ રહ્યા છે. અંતે કપિલ ફેન્સના દિલોની જાન બની ગયો છે. કપિલ શર્માને આજે કૉમેડીનો બાદશાહ કહેવામાં આવે છે.
કરોડોની સંપત્તિનો માલિક છે કપિલ શર્મા
કપિલ શર્મા (Kapil Sharma)એ પોતાના જીવનમાં એક મોટી સિદ્ધિ મેળવી છે. કપિલ શર્મા આજે લક્ઝુરિયસ લાઇફ જીવે છે. કિંમતી ગાડીઓથી લઇને આલીશાન ઘર સુધી, કપિલ કરોડોની સંપત્તિનો માલિક છે પરંતુ શું તમે જાણો છો કે આ મુકામ પર પહોચવા માટે કપિલે ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. એક સમય એવો હતો, જ્યારે કપિલ શર્માની આર્થિક સ્થિતિ સારી નહતી પરંતુ કડક મહેનત કરીને તેને પોતાનું મોટુ નામ બનાવી લીધુ છે.
જ્યારે કપિલ શર્મા પાસે નહતા બહેનની લગ્નના પૈસા
કપિલ શર્મા (Kapil Sharma)એ ઘણા પહેલા જણાવ્યુ હતુ કે એક સમયે તેની પાસે પૈસાની કમી હતી. આર્થિક તંગીને કારણે કપિલ શર્મા પોતાની બહેનના લગ્ન કરાવી શકતો નહતો. કપિલ શર્માએ જણાવ્યુ કે તેને પોતાની બહેનના લગ્ન માટે પૈસા સાથે એક રિંગની પણ જરૂરત હતી પરંતુ તેની પાસે રિંગ ખરીદવાના પણ પૈસા નહતા.
કપિલ શર્માએ પોતાના જૂના દિવસોને યાદ કરતા કહ્યુ હતુ- 2007માં મારી બહેનના લગ્ન ફિક્સ થઇ ગયા હતા પરંતુ તેમની સાસુ ઇચ્છતા હતા કેઅમે એક સારી રિંગ સેરેમની કરીએ. અમારી પાસે 6 લાખ રૂપિયા હતા, તે પૈસામાં પણ 3.5 લાખ તો પિતાની બીમારીમાં નીકળી ગયા હતા માત્ર અઢી લાખમાં લગ્ન કરાવવા મુશ્કેલ હતા.
કપિલ શર્માએ જૂના દિવસોને યાદ કરતા કહ્યુ- તે પછી મુંબઇ આવવાનો નિર્ણય કર્યો. નસીબ સારૂ હતુ અને ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જનો વિજેતા બની ગયો. મને 10 લાખ રૂપિયા મળ્યા, તે બાદ મે મુંબઇમાં કેટલાક શો કર્યા અને 30 લાખ રૂપિયા કમાઇ લીધા, પછી તે પૈસાથી બહેનના લગ્ન કર્યા હતા.
કપિલ શર્માની કેટલી છે નેટવર્થ
આજે કપિલ શર્માનું જીવન પુરી રીતે બદલાઇ ગયુ છે. તે એક સ્ટાર બની ગયો છે. તે કરોડો રૂપિયા કમાયે છે. ટીવી શો, ફિલ્મ અને એડવર્ટાઇઝમેન્ટથી કપિલ શર્મા સારી કમાણી કરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હવે કપિલ શર્માની નેટવર્થ આશરે 35 મિલિયન ડૉલર (276 કરોડ રૂપિયા) છે.
રિપોર્ટ્સ અનુસાર, કપિલ શર્મા એક એપિસોડ માટે 70થી 80 લાખ રૂપિયા ચાર્જ કરે છે. એક એડવર્ટાઇઝમેન્ટ માટે 1 કરોડ રૂપિયાની ફી લે છે. ફિલ્મમાંથી તે અલગ કમાણી કરે છે. ગાડીની વાત કરીએ તો કપિલ શર્મા પાસે Mercedes-Benz અને Volvo XC 90 જેવી લક્ઝરી કાર છે.
Advertisement