ગાંધીનગર: રિલાયન્સ જીયોએ ગુજરાતના દરેક જિલ્લામાં 5જી સેવા મેળવનાર પ્રથમ રાજ્ય બની ગયુ છે. આ સાથે જ જીયો 5જી હવે ભારતના 10 શહેરમાં છે. એક મૉડલ રાજ્યના રૂપમાં જીયો ગુજરાતમાં શિક્ષણ, સ્વાસ્થ્ય-સેવા, કૃષિ, ઉદ્યોગ 4.0 અને આઇઓટી ક્ષેત્રમાં 5જી સંચાલિત પહેલની એક શ્રેણી શરૂ કરશે અને પછી આખા દેશમાં વિસ્તાર કરશે.
Advertisement
Advertisement
શરૂઆતમાં રિલાયન્સ ફાઉન્ડેશન અને જીયો એજ્યુકેશન-ફોર ઓલ નામની એક પહેલ હેઠળ ગુજરાતમાં 100 સ્કૂલને ડિઝિટલાઇઝ કરશે. રિલાયન્સ જીયો ઇન્ફોકૉમ લિમિટેડના ચેરમેન આકાશ અંબાણીએ કહ્યુ, ગુજરાત પ્રથમ રાજ્ય છે, જ્યા 100 ટકા જિલ્લા કાર્યાલય અમારા 5જી નેટવર્ક સાથે જોડાયેલા છે. અમે આ ટેકનિકલ વાસ્તવિક શક્તિનું પ્રદર્શન કરવા માંગીએ છીએ અને આ જણાવવા માંગીએ છીએ કે આ એક અબજ લોકોના જીવનને કેવી રીતે પ્રભાવિત કરી શકે છે.
જીયોએ પહેલા જાહેરાત કરી હતી કે 5જી હવે પૂણેમાં ઉપલબ્ધ થશે, જેમાં 1 જીબીપીએસ સુધીની સ્પીડ પર અનલિમિટેડ 5જી ડેટા આપવામાં આવશે. 23 નવેમ્બરથી પૂણેમાં જીયો ઉપયોગકર્તાઓને વગર કોઇ વધારાનો ખર્ચના ડેટાનો અનુભવ કરવા માટે જીયો વેલકમ ઓફર માટે આમંત્રિત કરવામાં આવશે. ગત અઠવાડિયે જીયોએ દિલ્હી,ગુરૂગ્રામ, નોઇડા, ગાઝિયાબાદ, ફરીદાબાદ અને અન્ય મુખ્ય સ્થળો સહિત આખા દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં 5જી સેવા આપવાની છે, આમ કરનાર તે એકમાત્ર ઓપરેટર બની ગયો છે.
Advertisement