સ્પૉર્ટ્સ ડેસ્ક: BCCIના અધ્યક્ષ બનવાની રેસમાં હવે જય શાહનું નામ પણ સામેલ થઇ ગયુ છે. જય શાહ અત્યારે BCCIના સેક્રેટરી છે. BCCI સચિવ બનવાની રેસમાં કોંગ્રેસના રાજ્યસભા સાંસદ રાજીવ શુકલાનું નામ સૌથી આગળ છે.
Advertisement
Advertisement
BCCIની બેઠકમાં પણ મોટાભાગના દિગ્ગજ સામેલ થયા હતા. એક બેઠકમાં એક મોટા મંત્રીએ સૌના વિચાર જાણ્યા હતા. બેઠકમાં કહ દેવામાં આવ્યુ કે કોણ ક્યા પદ પર નોમિનેશન ભરશે. જોકે, બીસીસીઆઇની ચૂંટણીમાં જ્યાર સુધી કોઇ પદ ના મેળવી લે ત્યાર સુધી કોઇ પણ બદલાવ શક્ય છે, ગત કેટલીક ચૂંટણીમાં આવુ જોવા મળ્યુ છે.
સૌરવ ગાંગુલીને બીસીસીઆઇમાં કોઇ પદ નહી મળે કારણ કે ભાજપ નેતૃત્વ તેમનાથી નારાજ છે. કર્ણાટકથી આવનારા 1983 વર્લ્ડકપ ચેમ્પિયન ટીમના સભ્ય રોજર બિન્ની સિવાય દિલ્હી અને જિલ્લા ક્રિકેટ સંઘના અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીના પુત્ર રોહન જેટલી, ઓરિસ્સા ક્રિકેટ સંઘના સંજય બેહરા, હરિયાણા ક્રિકેટ સંઘના અનિરૂદ્ધ ચૌધરી અને આસામ ક્રિકેટ સંઘના કોઇ વ્યક્તિને પણ પદ આપવામાં આવી શકે છે.
વર્તમાન સંયુક્ત સચિવ જયેશ જોર્જ અને આઇપીએલ ચેરમેન બૃજેશ પટેલ પણ આગામી ચૂંટણી નહી લડે. કેન્દ્રીય રમત મંત્રી અનુરાગ ઠાકુરના ભાઇ અને વર્તમાન કોષાધ્યક્ષ અરૂણ સિંહ ધૂમલે પણ ચૂંટણી ના લડવાનો નિર્ણય કરી શકે છે. બીસીસીઆઇની ચૂંટણી 18 ઓક્ટોબરે મુંબઇમાં યોજાશે. 11 અને 12 ઓક્ટોબરે નોમિનેશન ભરાશે.
14 ઓક્ટોબર સુધી ઉમેદવાર પોતાનું નામ પરત લઇ શકે છે. તે બાદ સાચા નોમિનેશન કરનારાની યાદી 15 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. 18 ઓક્ટોબરે તેનું પરિણામ જાહેર થશે.
Advertisement