સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચની વન ડે સીરિઝની અંતિમ મેચ રમાઇ રહી છે. ચટગાંવમાં રમાઇ રહેલી આ મેચમાં ઇશાન કિશને પોતાની કરિયરની પ્રથમ બેવડી સદી ફટકારી હતી. ઇશાન કિશને 126 બોલમાં 200 રન ફટકાર્યા હતા. ઇશાન કિશન બેવડી સદી ફટકારનાર ચોથો ભારતીય ખેલાડી છે.
Advertisement
Advertisement
ઇશાન કિશનના 210 રન
ઇશાન કિશનનો રોહિત શર્મા ઇજાગ્રસ્ત થતા ત્રીજી વન ડે મેચમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ઇશાન કિશને 131 બોલમાં 210 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન 24 ફોર અને 10 સિક્સર ફટકારી હતી. આ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 160.31નો હતો.
ODIમાં બેવડી સદી ફટકારનારા બેટ્સમેન
ખેલાડીનું નામ | દેશ | રન | વિરૂદ્ધ | વર્ષ |
રોહિત શર્મા | ભારત | 264 | શ્રીલંકા | 2014 |
માર્ટિન ગુપ્ટિલ | ન્યૂઝીલેન્ડ | 237* | વેસ્ટ ઇન્ડીઝ | 2015 |
વિરેન્દ્ર સહેવાગ | ભારત | 219 | વેસ્ટ્ટ ઇન્ડીઝ | 2011 |
ક્રિસ ગેલ | વેસ્ટ ઇન્ડીઝ | 215 | ઝિમ્બાબ્વે | 2015 |
ફખર જમાન | પાકિસ્તાન | 210* | ઝિમ્બાબ્વે | 2018 |
ઇશાન કિશન | ભારત | 210 | બાંગ્લાદેશ | 2022 |
વિરાટ કોહલીની 44મી ODI સદી
વિરાટ કોહલીએ ODIમાં બાંગ્લાદેશ સામે સદી ફટકારી હતી. વિરાટ કોહલીએ 85 બોલમાં 11 ફોર અને 1 સિક્સરની મદદથી સદી ફટકારી હતી. વિરાટ કોહલીની ODI કરિયરની આ 44મી સદી છે.
સચિન તેંડુલકર માત્ર 5 સદી આગળ
ODI સૌથી વધુ સદીનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. સચિન તેંડુલકરે ODIમાં 49 સદી ફટકારી છે જ્યારે વિરાટ કોહલીની હવે 44 સદી થઇ ગઇ છે.
રિકી પોન્ટિંગનો કોહલીએ રેકોર્ડ તોડ્યો
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે સચિન તેંડુલકર નંબર-1 છે. સચિનના નામે 100 સદી છે જ્યારે વિરાટ કોહલીની 72 સદી થઇ ગઇ છે. વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. રિકી પોન્ટિંગના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 71 સદી છે.
Advertisement