સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં 2023માં રમાનાર આગામી સીઝન માટે કાર્યક્રમ જાહેર કર્યો છે. આ સીઝનની ઉદ્દઘાટન મેચ 31 માર્ચે ચેન્નાઇ સુપરકિંગ્સ (CSK) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે રમાશએ. લીગની આ સીઝનમાં કુલ 74 મેચ રમાશે.
Advertisement
Advertisement
IPL 2023નો કાર્યક્રમ જાહેર
IPL 2023માં 18 ડબલ હેડર મુકાબલા રમાશે. તમામ IPL ટીમ સાત મેચ ઘરેલુ મેદાન પર અને સાત મેચ બહાર રમશે. તમામ ટીમ ત્રણ વર્ષ પછી પોતાના હોમ ગ્રાઉન્ડ પર મેચ રમતી જોવા મળશે.
આગામી સીઝના મુકાબલા કુલ 12 શહેરમાં રમાશે. આ શહેરોમાં અમદાવાદ, મોહાલી, લખનઉં, હૈદરાબાદ, બેંગલુરૂ, ચેન્નાઇ, દિલ્હી, કોલકાતા, જયપુર, મુંબઇ, ગુવાહાટી અને ધરમશાળાનું નામ સામેલ છે. ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
IPL 2023ની હરાજીમાં તૂટ્યા હતા કેટલાક રેકોર્ડ્સ
IPL 2023 માટે ગત વર્ષે 23 ડિસેમ્બરે આયોજિત થયેલી હરાજીમાં કેટલાક ખેલાડીઓને રેકોર્ડ બોલી લગાવીને ખરીદવામાં આવ્યા હતા. સ્ટાર ઇંગ્લિશ ઓલ રાઉન્ડર સેમ કર્રનને પંજાબ કિંગ્સે 18.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ બોલી સાથે સેમ કર્રન IPL ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો હતો. આ હરાજીમાં ઓસ્ટ્રેલિયાના ઓલ રાઉન્ડર કેમરૂન ગ્રીનને મુંબઇ ઇન્ડિયન્સે 17.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
Advertisement