13 એપ્રિલે પંજાબ સામે રમાયેલી મેચને ગુજરાતે 6 વિકેટે જીતી લીધી હતી. પરંતુ જીત બાદ ગુજરાત ટાઈટનના કેપ્ટન હાર્દિક પંડ્યાની મુશ્કેલીઓમાં વધારો થયો હતો અને તેને 12 લાખનો દંડ ફટકારાયો હતો.
મોહાલી પંજાબમાં રમાયેલા આઈપીએલની મેચમાં ગુજરાતની ટીમના સ્લો ઓવર રેટના કારણે હાર્દિકને આ દંડ ફટકારાયો છે.
મિનિમમ ઓવર રેટમાં આ સિઝનમાં ગુજરાતની ટીમનો આઈપીએલ કોડ ઓફ કન્ડક્ટનો આ પ્રથમ ગુનો છે. જેથી હાર્દિક પંડ્યાએ આ 12 લાખનો દંડ ભરવો પડશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતના બોલરોએ 9 વાઈડ બોલ અને 2 નો બોલ ફેંક્યા હતા. પ્રથમ બેટિંગ કરતા પંજાબની ટીમે 8 વિકેટના નુકસાને 152 રન બનાવ્યા હતા. પંજાબની શરુઆત સારી રહી ન હતી. જવાબમાં ગુજરાતે 4 વિકેટના નુકસાને 154 રન બનાવ્યા હતા. ગિલે સૌથી વધારે 67 રન બનાવ્યા હતા.
Advertisement