સ્પોર્ટ્સ ડેસ્ક: IPL 2023નો 31 માર્ચથી પ્રારંભ થવા જઇ રહ્યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદે પોતાના કેપ્ટનની જાહેરાત કરી છે. હૈદરાબાદે એડન માર્કરમને કેપ્ટન બનાવ્યો છે જ્યારે દિલ્હી કેપિટલ્સે ડેવિડ વોર્નરને કમાન સોપી છે. આ સાથે જ IPLની સીઝનની તમામ 10 ટીમના કેપ્ટનના નામ જાહેર થઇ ગયા છે.
Advertisement
Advertisement
સનરાઇઝર્સ હૈદરાબાદે એડન માર્કરમને કેપ્ટન બનાવ્યો
દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન એડન માર્કરમને ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા છે, તેમણે તાજેતરમાં પ્રથમ વખત રમાયેલી SA20 લીગની ફાઇનલમાં સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપને પોતાની કેપ્ટન્સીમાં વિજેતા બનાવ્યા હતા.
માર્કરમે ફાઇનલ મેચમાં 17 રન આપીને 1 વિકેટ આપી હતી અને 19 બોલમાં 2 ફોર અને 1 સિક્સરની મદદથી 26 રન બનાવ્યા હતા.
THE. WAIT. IS. OVER. ⏳#OrangeArmy, say hello to our new captain Aiden Markram 🧡#AidenMarkram #SRHCaptain #IPL2023 | @AidzMarkram pic.twitter.com/3kQelkd8CP
— SunRisers Hyderabad (@SunRisers) February 23, 2023
IPLમાં માર્કરમનું પ્રદર્શન
માર્કરમે IPLમાં 20 મેચ રમી છે અને 40.54ની એવરેજથી 527 રન બનાવી ચુક્યો છે, તેનો સ્ટ્રાઇક રેટ 134.10નો રહ્યો છે. આ દરમિયાન તેને 3 અડધી સદી સાથે 37 ફોર અને 23 સિક્સર ફટકારી છે.
ગત વર્ષે તેને 14 મેચ રમી હતી અને 47.63ની એવરેજથી 381 રન બનાવ્યા હતા, તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 68 રન હતો. SA20 લીગમાં તેણે 12 મેચમાં 33.27ની એવરેજ અને 127.97ના સ્ટ્રાઇક રેટથી 366 રન બનાવ્યા હતા.
દિલ્હી કેપિટલ્સે વોર્નરને કેપ્ટન બનાવ્યો
IPLની આગામી સીઝન માટે દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઇઝીએ ઓસ્ટ્રેલિયાના ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નરને પોતાનો કેપ્ટન નિયુક્ત કર્યો છે. ટીમ મેનેજમેન્ટે નિયમિત કેપ્ટન રિષભ પંતના ઇજાગ્રસ્ત થવાને કારણે આ સીઝનથી બહાર થવાને કારણે આ નિર્ણય લીધો છે.
અક્ષર પટેલ દિલ્હી કેપિટલ્સનો વાઇસ કેપ્ટન
આ જાહેરાતની પૃષ્ટી DCના એક અધિકારી તરફથી કરવામાં આવી છે. DC ગ્રુપના એક સભ્યએ કહ્યુ, “વોર્નર આપણા કેપ્ટન હશે અને ભારતીય ઓલ રાઉન્ડર અક્ષર પટેલ ટીમના વાઇસ કેપ્ટન હશે.”
કઇ ટીમનો કોણ છે કેપ્ટન
ગુજરાત ટાઇટન્સ- હાર્દિક પંડ્યા
લખનઉં સુપરજાયન્ટ- કેએલ રાહુલ
પંજાબ કિંગ્સ- શિખર ધવન
મુંબઇ ઇન્ડિયન્સ- રોહિત શર્મા
કોલકાતા નાઇટ રાઇડર્સ- શ્રેયસ અય્યર
રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ- ડુ પ્લેસિસ
ચેન્નાઇ સુપરકિંગ્સ- મહેન્દ્રસિંહ ધોની
દિલ્હી કેપિટલ્સ- ડેવિડ વોર્નર
સનરાઇઝર્સ હૈદરાબાદ- એડન માર્કરમ
રાજસ્થાન રોયલ્સ- સંજુ સેમસન
Advertisement