સ્પૉર્ટ્સ ડેસ્ક: ભારતે શ્રીલંકા વિરૂદ્ધ ત્રણ મેચની ટી-20 સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ભારતે પ્રથમ મેચમાં રોમાંચક જીત મેળવી હતી. ભારતે 163 રનનો પડકાર આપ્યો હતો જવાબમાં શ્રીલંકાની ટીમ 160 રન જ બનાવી શકી હતી. શ્રીલંકાને અંતિમ ઓવરમાં જીતવા માટે 13 રનની જરૂર હતી. એવામાં કેપ્ટન હાર્દિક પંડ્યાએ 20મી ઓવર અક્ષર પટેલને આપીને બધાને ચોકાવી દીધા હતા. જોકે, હાર્દિક પંડ્યાનો આ નિર્ણય સાચો સાબિત થયો હતો અને અક્ષર પટેલે માત્ર 10 રન આપ્યા હતા. ભારતે 2 રનથી આ મેચને જીતી લીધી હતી.
Advertisement
Advertisement
શ્રીલંકાને હરાવ્યા બાદ હાર્દિક પંડ્યાએ કહ્યુ, તેને અક્ષરને કેમ અંતિમ ઓવર આપી હતી. હાર્દિક પંડ્યા જ્યારે પ્રેઝન્ટેશન સેરેમનીમાં અક્ષર પર સવાલ કરવામાં આવ્યો તો તેને કહ્યુ, હું આ ટીમને મુશ્કેલ હાલતમાં નાખવા માંગુ છુ જેથી આવનારા સમયમાં અમને મોટી મેચમાં દબાણ સામે લડવામાં મદદ મળે. અમે દ્વિપક્ષીય સીરિઝમાં ઘણુ સારૂ કરી રહ્યા છીએ અને હવે અમે આ રીતે ખુદને પડકાર આપવાનો નિર્ણય કર્યો છે. સાચુ કહુ તો તમામ યુવા ખેલાડીઓએ આજે અમને મુશ્કેલ સ્થિતિમાંથી બહાર કાઢ્યા હતા.
હાર્દિક પંડ્યાએ ડેબ્યૂ કરનાર શિવમ માવીની પ્રશંસા કરી હતી. માવીએ શ્રીલંકા વિરૂદ્ધ મુંબઇમાં રમાયેલી મેચમાં 4 ઓવરમાં 22 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ સાથે જ માવીએ ઇતિહાસ રચ્યો હતો. માવી ડેબ્યૂ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં ચાર વિકેટ હૉલ લેનાર ત્રીજો ભારતીય બોલર બની ગયો છે. હાર્દિકે કહ્યુ, માવી સાથે સિમ્પલ વાતચીત કરી હતી. મે તેને આઇપીએલમાં સારી બોલિંગ કરતા જોયો છે અને મને ખબર છે કે તેની તાકાત શું છે. મે તેને કહ્યુ કે ખુદ પર વિશ્વાસ રાખીને બોલિંગ કરો અને વધારે ચિંતા ના કરો.
ભારતીય ટીમની બેટિંગની વાત કરીએ તો ભારતે 20 ઓવરમાં પ્રથમ બેટિંગ કરતા 5 વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા હતા. ભારત તરફથી દીપક હુડ્ડાએ સૌથી વધુ અણનમ 41 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેને 4 સિક્સર અને 1 ફોર ફટકારી હતી જ્યારે ઇશાન કિશને 37, અક્ષર પટેલે અણનમ 31 રનની ઇનિંગ રમી હતી. ભારત તરફથી બે ખેલાડીઓએ ટી-20માં ડેબ્યૂ કર્યુ હતુ. જેમાં શુભમન ગિલે ડેબ્યૂ મેચમાં 7 રન બનાવ્યા હતા જ્યારે શિવમ માવીએ 4 વિકેટ ઝડપી હતી. આ સિવાય સૂર્યકુમાર યાદવ 7, સંજુ સેમસન 5 રન બનાવ્યા હતા. કેપ્ટન હાર્દિક પંડ્યાએ 29 રનની ઇનિંગ રમી હતી.
શ્રીલંકા તરફથી કેપ્ટન દાસુન શનકાએ 27 બોલમાં 3 સિક્સર અને 3 ફોરની મદદથી 45 રન બનાવ્યા હતા જ્યારે કુસલ મેન્ડિસ 28, કરૂણારત્નેએ અણનમ 23 રન અને વાનિંદુ હસરંગાએ 21 રન બનાવ્યા હતા. ભારત તરફથી શિવમ માવીએ સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી જ્યારે ઉમરાન મલિક અને હર્ષલ પટેલને 2-2 સફળતા મળી હતી.
Advertisement