સ્પોર્ટ્સ ડેસ્ક: ઓસ્ટ્રેલિયાએ ભારતમાં આવતા મહિનાથી શરૂ થનારી ચાર મેચની ટેસ્ટ સીરિઝ માટે 18 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની બીજી સીઝનની ફાઇનલની નજીક પહોચી ગયેલી ઓસ્ટ્રેલિયાએ ભારત વિરૂદ્ધ બૉર્ડર-ગાવસ્કર સીરિઝ માટે સ્પિનરોની ફૌઝ પસંદ કરી છે. ઓસ્ટ્રેલિયાએ 22 વર્ષીય સ્પિનર ટૉડ મર્ફીને ટીમમાં સામેલ કર્યો છે, જેને પ્રથમ વખત ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ ટીમમાં મિશેલ સ્ટાર્ક અને કેમરૂન ગ્રીનને પણ જગ્યા મળી છે.
Advertisement
Advertisement
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સારૂ પ્રદર્શન કરનારા મર્ફીને ટીમમાં સામેલ કરાયો છે. તે નાથન લિયોનની આગેવાની ધરાવતા સ્પિન વિભાગમાં એશ્ટન અગર અને મિશેલ સ્વેપસનનો સાથ આપશે. એડમ ઝમ્પા આ ટીમમાં પોતાની જગ્યા બનાવી શક્યો નથી. ઓસ્ટ્રેલિયાના મુખ્ય પસંદગીકાર જૉર્જ બેલીનું કહેવુ છે કે મર્ફીની પસંદગી શેફીલ્ડ શીલ્ડમાં તેની મજબૂત શરૂઆત અને ઓસ્ટ્રેલિયા એ અને પ્રાઇમ મિનિસ્ટર ઇલેવન માટે તેના પ્રયાસનું ઇનામ છે.
ભારત પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમ
પેટ કમિન્સ (કેપ્ટન), એશ્ટન અગર, સ્કૉટ બોલેન્ડ, એલેક્સ કેરી, કેમરૂન ગ્રીન, પીટર હેન્ડ્સકૉમ્બ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લિયોન, લોન્સ મોરિસ, ટોડ મર્ફી, મેથ્યૂ રેન શો, સ્ટીવ સ્મિથ (વાઇસ કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, મિશેલ સ્વેપસન, ડેવિડ વોર્નર
ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસ
9-13 ફેબ્રુઆરી- પ્રથમ ટેસ્ટ- નાગપુર
17-21 ફેબ્રુઆરી- બીજી ટેસ્ટ- દિલ્હી
1-5 માર્ચ- ત્રીજી ટેસ્ટ- ધરમશાળા
9-13 માર્ચ- ચોથી ટેસ્ટ- અમદાવાદ
વન ડે સીરિઝ
17 માર્ચ- પ્રથમ વન ડે- મુંબઇ
19 માર્ચ- બીજી વન ડે -વિશાખાપટ્ટનમ
22 માર્ચ- ત્રીજી વન ડે- ચેન્નાઇ
Advertisement