તિરૂવનંતપુરમ: વન ડે ક્રિકેટમાં શ્રીલંકા સામે 317 રનના અંતરથી ભારતે સૌથી મોટી જીત મેળવીને ઇતિહાસ રચી દીધો છે. વિરાટ કોહલીએ 166 રનની ઇનિંગ રમી હતી. જ્યારે મોહમ્મદ સિરાજે ચાર વિકેટ ઝડપી હતી. વિરાટ કોહલીને પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સિરીજ જાહેર કરવામાં આવ્યો હતો.
Advertisement
Advertisement
ભારતના 390 રન
ભારતે પ્રથમ બેટિંગ કરતા શુભમન ગિલના 116 અને વિરાટ કોહલીના અણનમ 166 રનની મદદથી 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 390 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ વન ડે કરિયરની 46મી સદી ફટકારી હતી જ્યારે શુભમન ગિલે વન ડે કરિયરની બીજી સદી ફટકારી હતી. ભારત તરફથી શુભમન ગિલ અને રોહિત શર્માએ ટીમને સારી શરૂઆત અપાવી હતી. બન્નેએ પ્રથમ વિકેટ માટે 95 રનની ભાગીદારી કરી હતી.
વિરાટ કોહલીની 46મી સદી
વિરાટ કોહલીએ આક્રમક રમત રમી હતી. વિરાટ કોહલીએ 110 બોલમાં અણનમ 166 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેને 13 ફોર અને 8 સિક્સર ફટકારી હતી. જ્યારે શુભમન ગિલે 97 બોલમાં 116 રન બનાવ્યા હતા આ દરમિયાન તેને 14 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. કેપ્ટન રોહિત શર્માએ પણ 42 રન બનાવ્યા હતા આ દરમિયાન તેને 3 સિક્સર અને 2 ફોર ફટકારી હતી. શ્રેયસ અય્યરે 38 રન બનાવ્યા હતા.
ભારત તરફથી મોહમ્મદ સિરાજે સૌથી વધુ 4, કુલદીપ યાદવ અને મોહમ્મદ શમીએ 2-2 વિકેટ ઝડપી હતી.
Advertisement