ન્યૂયોર્ક: માસ્ટર કાર્ડના પૂર્વ મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) અજય બંગા વર્લ્ડ બેન્કના પ્રમુખ બની શકે છે. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને તેમણે આ પદ માટે નોમિનેટ કર્યા છે. વ્હાઇટ હાઉસ તરફથી આ જાણકારી આપવામાં આવી છે.
Advertisement
Advertisement
મહત્વપૂર્ણ છે કે વર્લ્ડ બેન્કના વર્તમાન પ્રમુખ ડેવિડ મલપાસે તાજેતરમાં પદ છોડવાની જાહેરાત કરી હતી, તે પછી બેન્ક મેનેજમેન્ટે નવા પ્રમુખની ચૂંટણી કરવાની તૈયારી શરૂ કરી દીધી છે.
રાષ્ટ્રપતિ બાઇડને બંગાને લઇને શું કહ્યું?
રાષ્ટ્રપતિ બાઇડને કહ્યુ, “બંગા ઇતિહાસની આ મહત્વપૂર્ણ ક્ષણમાં વર્લ્ડ બેન્કનું નેતૃત્વ કરવા માટે વિશિષ્ટ રીતે ઉપયુક્ત છે, તેમણે સફળ, વૈશ્વિક કંપનીઓના નિર્માણ અને મેનેજમેન્ટમાં ત્રણ દાયકાથી વધુ સમય વિતાવ્યો છે. આ કંપનીઓ વિકાસશીલ અર્થવ્યવસ્થામાં રોજગારનું સર્જન કરે છે અને રોકાણ લાવે છે.”
બાઇડને કહ્યુ, જળવાયુ પરિવર્તન સહિત આપણા સમયની સૌથી જરૂરી પડકાર સામે લડવા માટે બંગા પાસે સાર્વજનિક પ્રાઇવેટ સંસાધન ભેગા કરવાનો પણ મહત્વપૂર્ણ અનુભવ છે.
મહિલા ઉમેદવારોને આપીશુ પ્રોત્સાહન- વર્લ્ડ બેન્ક
વર્લ્ડ બેન્કના નવા અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા 29 માર્ચ સુધી ચાલશે, જેની હેઠળ હવે ઉમેદવારોના નોમિનેશન લેવાના શરૂ કરવામાં આવ્યા છે. વર્લ્ડ બેન્ક તરફથી કહેવામાં આવ્યુ કે અધ્યક્ષની ચૂંટણીની આ પ્રક્રિયામાં મહિલા ઉમેદવારોને પુરી દ્રઢતાથી પ્રોત્સાહિત કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે વર્લ્ડ બેન્કના અધ્યક્ષ પરંપરાગત રીતે અમેરિકા તરફથી ચૂંટવામાં આવેલો વ્યક્તિ હોય છે, આ રીતે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF)નો પ્રમુખ યૂરોપીયન હોય છે.
પૂણેના શિખ પરિવારમાં થયો હતો બંગાનો જન્મ
બંગાનો જન્મ 10 નવેમ્બર, 1959માં મહારાષ્ટ્રના પૂણેના ખડકી છાવણીમાં એક શિખ પરિવારમાં થયો હતો, તેમનો પરિવાર મૂળ રીતે પંજાબના જાલંધરનો રહેવાસી છે, તેમના પિતા હરભજન સિંહ બંગા એક સેવાનિવૃત લેફ્ટનન્ટ-જનરલ છે. શરૂઆતના અભ્યાસ પછી બંગાએ દિલ્હી યૂનિવર્સિટીમાં સેન્ટ સ્ફીફંસ કોલેજમાંથી ઇકોનોમિક્સની ડિગ્રી મેળવી હતી, તેમના કાર્યોને જોતા ભારત સરકારે 2016માં તેમણે પદ્મ શ્રીથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.
બંગાને બિઝનેસમાં છે 30 વર્ષથી વધુનો અનુભવ
બંગાને બિઝનેસ ક્ષેત્રમાં 30 વર્ષથી વધુનો અનુભવ છે. તે વર્તમાનમાં ઇક્વિટી ફર્મ જનરલ એટલાન્ટિકમાં વાઇસ ચેરમેનના પદ પર કાર્યરત છે. તે નેધરલેન્ડ સ્થિત રોકાણ હોલ્ડિંગ કંપની એક્સોરના અધ્યક્ષ પણ છે.
તે એપ્રિલ, 2010થી સપ્ટેમ્બર, 2022 સુધી માસ્ટરકાર્ડના CEO પણ રહી ચુક્યા છે. આ રીતે US-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (USIBC)ના પૂર્વ અધ્યક્ષ પણ રહ્યા છે. તે અમેરિકન રેડ ક્રૉસ, ક્રાફ્ટ ફૂડ્સ અને ડાઉ ઇંકના બોર્ડમાં રહી ચુક્યા છે.
Advertisement