ગુજરાતી ફિલ્મ છેલ્લો શોને ભારત તરફથી ઓસ્કાર 2023માં ઓફિશિયલ એન્ટ્રીના રૂપમાં મોકલી છે. ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ મંગળવારે આ જાહેરાત કરી હતી. ફિલ્મ મેકર પાન નલિનની આ ફિલ્મને અંગ્રેજીમાં લાસ્ટ ફિલ્મ શો કહેવામાં આવે છે.
Advertisement
Advertisement
પાન નલિન દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં ભાવિન રબારી, ભાવેશ શ્રીમાલી, ઋચા મીણા, દીપેન રાવલ અને પરેશ મહેતા લીડ રોલમાં છે. ફિલ્મનું પ્રીમિયર 2021માં ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલમાં થયુ હતુ. ઓક્ટોબર 2021માં છેલ્લો શોએ 66માં વૈલાડોલિડ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં ગોલ્ડન સ્પાઇક જીત્યો હતો.
ઓસ્કાર માટે RRR-ધ કાશ્મીર ફાઇલ્સને ના મોકલાઇ
ધ કાશ્મીર ફાઇલ્સ અને એસએસ રાજામૌલીની RRRને ઓસ્કાર માટે મોકલવા માટે હોટ ફેવરિટ માનવામાં આવતી હતી. જોકે, આ બન્ને ફિલ્મને પાછળ છોડીને ગુજરાતી ફિલ્મ ધ લાસ્ટ શોને મોકલવામાં આવી છે.
Advertisement