સ્પોર્ટ્સ ડેસ્ક: એશયિન ક્રિકેટ કાઉન્સિલ (ACC)એ 2023-24 માટે ક્રિકેટ કેલેન્ડર જાહેર કરી દીધુ છે. કાઉન્સિલના અધ્યક્ષ જય શાહ (Jay Shah) તેને ટ્વિટર પર પોસ્ટ કર્યુ છે, આ પણ પૃષ્ટી કરી છે કે મેન્સ એશિયા કપ 2023 (Asia Cup 2023) સપ્ટેમ્બરમાં આયોજિત કરવામાં આવશે જેમાં ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે. વન ડે વર્લ્ડકપ 2023 (ODI World Cup 2023)ને ધ્યાનમાં રાખીને આ મલ્ટી નેશન ટૂર્નામેન્ટનું આયોજન 50 ઓવરના ફોર્મેટમાં થશે. ગત વખતે આ ટી-20 ફોર્મેટમાં રમાયુ હતુ, જેનું કારણ ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી-20 વર્લ્ડકપ હતો.
Advertisement
Advertisement
હજુ સુધી જાણકારી સામે નથી આવી કે મેન્સ એશિયા કપ 2023નું આયોજન પાકિસ્તાનમાં જ થશે કે નહી થાય? ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે કેટલાક મહિના પહેલા એમ કહ્યુ હતુ કે ભારતીય ટીમ પાકિસ્તાન રમવા નહી જાય અને આ મલ્ટી નેશન ટ્રૉફીનું આયોજન ન્યૂટ્રલ વેન્યૂ પર થશે, જેની પર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ધમકી આપી હતી કે તે વન ડે વર્લ્ડકપ 2023 માટે ભારત નહી જાય. જોકે, હવે પીસીબીમાં બદલાવ થઇ ગયો છે. રમીઝ રાજાની જગ્યાએ નજમ સેઠી અધ્યક્ષ બની ગયા છે, તેમણે કહ્યુ કે ભારત રમવા જવા કે ના જવા પર સરકાર નિર્ણય કરશે.
એશિયા કપ 2023માં 13 મેચ રમાશે
જય શાહના ટ્વીટ અનુસાર સપ્ટેમ્બરમાં રમાનાર વન ડે એશિયા કપમાં કુલ 6 ટીમ ભાગ લેશે જેમણે બે ગ્રુપમાં વહેચવામાં આવી છે. એક ગ્રુપમાં ભારત,પાકિસ્તાન અને ક્વોલિફાયર-1 ટીમ હશે. જ્યારે બીજા ગ્રુપમાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન છે. લીગ સ્ટેજમાં કુલ 6 મેચ રમાશે. લીગ સ્ટેજમાં એક ગ્રુપની બે ટીમ બીજા રાઉન્ડમાં પહોચશે. પછી રાઉન્ડ રોબિન ફોર્મેટમાં સુપર-4 રમાશે. આ દરમિયાન 4 ટીમ વચ્ચે કુલ 6 મેચ રમાશે. તે બાદ ફાઇનલ રમાશે. ટૂર્નામેન્ટમાં કુલ 13 મેચ રમાશે.
Presenting the @ACCMedia1 pathway structure & cricket calendars for 2023 & 2024! This signals our unparalleled efforts & passion to take this game to new heights. With cricketers across countries gearing up for spectacular performances, it promises to be a good time for cricket! pic.twitter.com/atzBO4XjIn
— Jay Shah (@JayShah) January 5, 2023
શ્રીલંકા બન્યુ હતુ ચેમ્પિયન
એશિયા કપ 2022 (Asia Cup 2022) યૂએઇમાં રમાયો હતો. પાકિસ્તાનને ફાઇનલમાં હરાવીને શ્રીલંકા ચેમ્પિયન બન્યુ હતુ. ટીમ ઇન્ડિયા ગ્રુપ સ્ટેજમાં બન્ને મેચ જીતીને સુપર-4માં પહોચ્યુ હતુ પરંતુ પાકિસ્તાન અને શ્રીલંકા સામે હારીને બહાર થઇ ગયુ હતુ. વિરાટ કોહલીએ અફઘાનિસ્તાન વિરૂદ્ધ સદી ફટકારી હતી.
Advertisement