સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકા વિરૂદ્ધ 10 જાન્યુઆરીથી ત્રણ મેચની વન ડે સીરિઝ રમવા માટે તૈયાર છે. આ પહેલા ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ શ્રીલંકા વિરૂદ્ધ વન ડે સીરિઝમાંથી બહાર થઇ ગયો છે. સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ શ્રીલંકા વિરૂદ્ધ વન ડે શ્રેણીમાં નહી રમે. ટીમ ઇન્ડિયા પ્રથમ વન ડે રમવા માટે ગુવાહાટી પહોચી ગઇ છે પણ બુમરાહ ટીમ સાથે ગયો નથી.
Advertisement
Advertisement
જસપ્રિત બુમરાહ 3 મેચની વન ડે શ્રેણીમાંથી બહાર
જસપ્રિત બુમરાહ 3 મેચની વન ડે શ્રેણીમાંથી બહાર થઇ ગયો છે. બુમરાહને શ્રીલંકા સામે વન ડે શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યો હતો. બુમરાહને ફિટ થવા માટે થોડા વધુ સમયની જરૂર પડશે માટે સાવચેતીના ભાગ રૂપે આ શ્રેણીમાંથી તેને બહાર કરવામાં આવ્યો છે. ઓલ ઇન્ડિયા સીનિયર સિલેક્શન કમિટીએ બુમરાહના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી નથી.
શ્રીલંકા સામે ODI શ્રેણી માટે ભારતની વન ડે ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટ કીપર), ઇશાન કિશન (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા (વાઇસ કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ
Advertisement