નવી દિલ્હી: અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગના અદાણી ગ્રુપ પરના રિપોર્ટ પછી ગૌતમ અદાણીની મુશ્કેલી વધી ગઇ છે અને તેમની નેટવર્થમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. એક સમયે વિશ્વના સૌથી અમીર માણસોની યાદીમાં ટોપ-4માં પહોચેલા ગૌતમ અદાણીની નેટવર્થ સતત ઘટી રહી છે જેને કારણે તે સૌથી અમીર બિઝનેસમેનની યાદીમાં ટોપ-35માંથી પણ બહાર થઇ ગયા છે.
Advertisement
Advertisement
2022માં અદાણીએ જેટલુ નામ કમાવ્યુ, મહિનામાં જ બધુ ગુમાવ્યુ
ગૌતમ અદાણીની નેટવર્થમાં થતા જોરદાર ઘટાડાને કારણે દુનિયાના અમીરોમાં તેમનો દબદબો ઓછો થયો છે. ગત વર્ષે 2022માં તાબડતોડ કમાણી કરનારા અદાણી વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા હતા અને વર્ષ પૂર્ણ થતા થતા તે ચોથા સ્થાન પર આવી ગયા હતા. પછી નવા વર્ષ 2023ની શરૂઆત થઇ.
તમામને આશા હતી કે ભારતીય બિઝનેસમેન આ વર્ષે કમાણી મામલે તમામ અમીરોને પાછળ છોડતા નંબર-1 પર પહોચી શકે છે. જોકે, જાન્યુઆરીનો પ્રથમ મહિનો પૂર્ણ થયા પહેલા જ અમેરિકાનો એક રિપોર્ટ આવ્યો અને તસવીર બિલકુલ બદલાઇ ગઇ. કમાણી મામલે જ નહી પણ સૌથી વધુ દૌલત ગુમાવવા મામલે ગૌતમ અદાણી નંબર વન પર પહોચી ગયા.
અબજપતિઓની યાદીમાં 38માં નંબર પર પહોચ્યા અદાણી
અમેરિકન રિસર્ચ ફર્મ Hindenburgનો અદાણી ગ્રુપ પર રિપોર્ટ પબ્લિશ થયા પહેલા 23 ફેબ્રુઆરી, 2023થી ટોપ-10 અબજપતિઓની યાદીમાં એલન મસ્ક, બર્નાર્ડ અર્નાલ્ટ અને જેફ બેઝોસ પછી ચોથા નંબર પર પહોચ્યા હતા. તે સમયે તેમની નેટવર્થ લગભગ 116 અબજ ડૉલર હતી. 24 ફેબ્રુઆરીએ હિંડનબર્ગનો રિપોર્ટ પબ્લિશ થયો અને 25 ફેબ્રુઆરીએ અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં એવો કડાકો થયો જે હજુ સુધી ચાલુ જ છે.
અદાણી ગ્રુપની માર્કેટ કેપ 12 લાખ કરોડ રૂપિયા કરતા વધુ તૂટી ચુકી છે. આ વચ્ચે શેરની કિંમત ઘટવાને કારણે ગૌતમ અદાણીની નેટવર્થ પણ ઓછી થતી ગઇ અને અમીરોની યાદીમાં ચોથા નંબરથી 10માં પર પહોચી ગયા. હિંડનબર્ગની સુનામી અહી જ રોકાઇ નહતી અને 15 દિવસની અંદર જ અદાણી ટોપ-10 બિલિયોનરની યાદીમાંથી પણ બહાર નીકળી ગયા હતા. હવે અદાણી ટોપ-35માંથી બહાર નીકળીને આ લખાય છે ત્યા સુધી 38માં સ્થાન પર પહોચી ગયા છે.
અદાણીની સંપત્તિ કેટલી રહી
સંપત્તિમાં ઘટાડાની વાત કરીએ તો આ વર્ષે અત્યાર સુધી આ વર્ષની શરૂઆતથી ગૌતમ અદાણી 1.9 બિલિયન ડૉલરની સંપત્તિ ગુમાવી ચુક્યા છે. Forbesના રિયલ ટાઇમ Billionaires Index અનુસાર, અદાણીની નેટવર્થ ઘટતા ઘટતા હવે 33.4 બિલિયન ડૉલર રહી ગઇ છે. આ સંપત્તિ સાથે તે વિશ્વના 38માં સૌથી અમીર વ્યક્તિ છે.
અંબાણી-અદાણીની નેટવર્થમાં કેટલુ અંતર
ગૌતમ અદાણીની નેટવર્થમાં ઘટાડાને કારણે એશિયાના સૌથી અમીર માણસનો તાજ પહેલાથી જ છીનવાઇને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી પાસે પહોચી ગયો હતો. આ સાથે જ બન્ને ભારતીય અબજપતિઓની સંપત્તિમાં અંતર પણ વધતુ ગયુ. ફોર્બ્સ અનુસાર મુકેશ અંબાણી 83.5 બિલિયન ડૉલરની નેટવર્થ સાથે ટોપ-10 અમીરોમાં આઠમા નંબર પર છે. જ્યારે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી 33.4 બિલિયન ડૉલરની નેટવર્થ સાથે વિશ્વના અમીરોમાં 38માં સ્થાન પર છે.
Advertisement