નવી દિલ્હી: આગામી મહિને શરૂ થઈ રહેલા ટી-20 વર્લ્ડ કપ (T20 World Cup) માટે પત્તા ગોઠવવામાં લાગેલ ટીમ રોહિતના સંયજનના પ્રશ્નનોને લઈને જવાબ હજું મળ્યા નથી તો ભારતને થોડા જ દિવસોની અંદર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah)ના રૂપમાં બીજો સૌથી મોટો ઝાટકો લાગ્યો છે અને તેની અસર નિશ્ચિત રીતે વિશ્વ કપ મિશન પર પડવા જઈ રહી છે. કેટલાક દિવસ પહેલા જ રવીન્દ્ર જાડેજા ટીમમાંથી બહાર થતાં ભારત ઈલેવનનું સંતુલન બગડ્યું હતું, તો હવે જસપ્રીત બુમરાહે મેનેજમેન્ટ સામે ખુબ જ મોટો પડકાર ઉભો કરી દીધો છે. હવે પ્રશ્ન એક નહીં પરંતુ અનેક છે અને લાગે છે કે બીસીસીઆઈ તેનો જવાબ આપશે પરંતુ વર્તમાન સ્થિતિમાં ભારતીય પ્રશંસકોમાં ખુબ જ ગુસ્સો છે.
Advertisement
Advertisement
1. શું બોર્ડથી બુમરાહને લઈને થઈ બેદરકારી?
બૂમરાહ પાછલા ઘણા દિવસોથી ઈજાગ્રસ્ત છે. તે કેટલાક દિવસ પહેલા એનસીએમાં ટ્રેનિંગ પણ કરી રહ્યો હતો. તેવામાં પ્રશ્ન તે છે કે જો બૂમરાહની પીઠમાં વાસ્તવમાં ફ્રેક્ચર હતું, તો તેને શોધવામાં આટલો સમય કેમ લાગ્યો? એવું કેવી રીતે કે ફ્રેક્ચર થઈ ગયું અને તેની સ્કેનિંગ જ થઈ શકી નહીં? તો કેમ થઇ શકી નહીં? અને જો આ દરમિયાન પણ બુમરાહ જો ટ્રેનિંગ કરતાં રહ્યાં તો કેમ આ બધી સહિત તમામ બાબતોને મેડિકલ ટીમની મોટી બેદરકારી ગણી શકાય નહીં? કેમ બૂમરાહને આ ફ્રેક્ચર હાલમાં જ થયો? કે પછી બૂમરાહ ફ્રેક્ચર સાથે જ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ બે ટી20 મેચ રમ્યા? ઈજા સાથે રમ્યા, તો કેવી રીતે રમ્યા? બૂમરાહના ઈજાની જવાબદારી કોની છે?
2. શું શમીની થશે વાપસી, શમી ફિટ પણ છે કે નહીં?
બૂમરાહનું વિશ્વ કપમાંથી બહાર થવું નિશ્ચિત રીતે પહેલાથી મુશ્કેલીમાં પડેલા ભારતના પેસ એટેક માટે એક મોટો ઝટકો છે. તો બીજી તરફ મોહમ્મદ શમીની સ્થિતિને તસવીરને વધારે ગૂંચવણભરી બનાવી દીધી છે. જોકે, બુધવાર રાત્રે શમી કોવિડ-19 નેગેટિવ હોવાના સમાચાર સામે આવ્યા છે, પરંતુ પ્રશ્ન તે છે કે શું શમી બધી જ રીતે ફિટ છે? શું શમી પાસે તે ફિટનેસ છે જે વિશ્વકપ જેવી પ્રતિયોગિતા માટે જોઈએ.
3. કોણ હશે ઈલેવનમાં બૂમરાહનો વિકલ્પ?
જો સ્ટેન્ડબાય ખેલાડીઓમાં પેસરોની વાત કરવામાં આવે તો તેમાં માત્ર એક જ પ્રેસર છે દીપક ચાહર. જ્યારે કોઈ મૂળ ટીમનો ખેલાડી ઈજાગ્રસ્ત થઈ જાય તો સ્ટેન્ડબાય ખેલાડીને ટીમમાં જગ્યા મળે છે. પાછલા દિવસોમાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ પહેલા ટી20માં દીપક ચાહરે ફોર્મ બતાવ્યો છે, પરંતુ પ્રશ્ન તે છે કે બૂમરાહની જગ્યા વિશ્વકપ ટીમમાં જગ્યા કોણ લેશે?
4. શું બૂમરાહની જગ્યાની ભરપાઇ થઇ શકશે ખરી?
તેમાં શંકાને કોઈ જ સ્થાન નથી કે બૂમરાહ વિશ્વના સ્ટાર પેસરોંમાંથી એક છે. બુધવારે જ માર્ક વોએ બુમરાહને વિશ્વકપના પોતાના ટોચના પાંચ ખેલાડીઓમાં જગ્યા આપી હતી. તે સમજી શકાય છે કે, પૂર્ણ ફિટ બૂમરાહ ભારતીય આક્રમણમાં વિશ્વકપમાં શું કરી શકે છે, પરંતુ હવે જ્યારે વર્લ્ડકપમાંથી બહાર થવાના સમાચાર આવી રહ્યાં છે તો પ્રશ્ન તે છે કે જે પણ ખેલાડી બૂમરાહની જગ્યા લેશે તે તેની ભરપાઇ કરી શકશે.
Advertisement