સ્પોર્ટ્સ ડેસ્ક: ટી-20 વર્લ્ડકપ 2022 પૂર્ણ થયા બાદ ICC આગામી ટી-20 વર્લ્ડકપની તૈયારીમાં લાગી ગયુ છે. આઇસીસીએ વર્ષ 2024માં રમાનાર ટી-20 વર્લ્ડકપ માટે ફૉર્મેટમાં બદલાવ કર્યો છે. 2024નો ટી-20 વર્લ્ડકપ વેસ્ટ ઇન્ડીઝ અને સંયુક્ત રાજ્ય અમેરિકા (USA)ની યજમાનીમાં રમાશે અને તેમાં 20 ટીમ ભાગ લેવાની છે.
Advertisement
Advertisement
આવુ રહેશે વર્લ્ડકપનું ફૉર્મેટ
20 ટીમની ટૂર્નામેન્ટ કુલ નૉકઆઉટ સહિત કુલ ત્રણ સ્ટેજમાં રમાશે. તમામ ટી-20 ટીમને 5-5ના કુલ 4 ગ્રુપમાં વહેચવામાં આવશે. દરેક ગ્રુપની ટોપ 2 ટીમ સુપર-8માં પ્રવેશ કરશે. તે બાદ ફરી તમામ આઠ ટીમને 4-4ના ગ્રુપ-2માં વહેચવામાં આવશે. સુપર-8 સ્ટેજમાં બન્ને ગ્રુપને 2-2 ટોપ ટીમ સેમિ ફાઇનલમાં એન્ટ્રી કરશે. બે સેમિ ફાઇનલ મુકાબલા દ્વારા બે ટીમ ફાઇનલમાં જગ્યા બનાવશે.
આગામી ટી-20 વર્લ્ડકપ અત્યારના ટી-20 વર્લ્ડકપની તુલનામાં અલગ હશે અને તેમાં ક્વોલિફાઇંગ રાઉન્ડ નહી રમાય અને ના તો સુપર-12 સ્ટેજ હશે. તાજેતરમાં ટી-20 વર્લ્ડકપમાં કુલ 16 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં 8 ટીમને સીધા સુપર-12 સ્ટેજ માટે એન્ટ્રી મળી હતી. 4 ટીમોએ ક્વોલિફાઇંગ રાઉન્ડ દ્વારા સુપર-12માં જગ્યા બનાવી હતી.
12 ટીમ પોતાની જગ્યા પાક્કી કરી ચુકી છે
વેસ્ટ ઇન્ડીઝ અને સંયુક્ત અરબ અમેરિકાએ યજમાન હોવાને કારણે આગામી ટી-20 વર્લ્ડકપ માટે સીધુ ક્વોલિફાઇ કરી લીધુ છે. બીજી તરફ ટી-20 વર્લ્ડકપમાંથી સુપર-12 સ્ટેજની ટોપ 8 ટીમને આગામી સીઝન માટે ડાયરેક્ટ એન્ટ્રી મળી છે. આ ટીમોમાં ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, શ્રીલંકા, ભારત, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડ સામેલ છે. આ સાથે જ આઇસીસી રેન્કિંગના આધાર પર અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશને પણ ટી-20 વર્લ્ડકપ માટે સીધો પ્રવેશ મળ્યો છે.
આઠ સ્લૉટ હજુ પણ બાકી
20માંથી 12 ટીમનો નિર્ણય થઇ ગયો છે અને આઠ સ્લૉટ બાકી છે. ટી-20 વર્લ્ડકપ 2024 માટે બાકીની 8 ટીમનો નિર્ણય રીઝનલ ક્વોલિફિકેશનના આધાર પર હશે. આ ક્વોલિફિકેશનમાં આફ્રિકા, એશિયા અને યૂરોપ પાસે 2-2 ક્વોલિફિકેશન સ્પૉટ છે, જ્યારે અમેરિકા અને પૂર્વી એશિયા પ્રશાંત પાસે 1-1 સ્લૉટ બાકી છે. ઝિમ્બાબ્વે, નામીબિયા, સ્કૉટલેન્ડ, આયરલેન્ડ જેવી ટીમ પાસે રીઝનલ ક્વોલિફિકેશન દ્વારા જગ્યા બનાવવાની સુવર્ણ તક હશે.
ટી-20 વર્લ્ડકપ 2024માં સીધી ક્વોલિફાઇ કરનાર ટીમ
વેસ્ટ ઇન્ડીઝ, અમેરિકા, ભારત, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, અફઘાનિસ્તાન, શ્રીલંકા, નેધરલેન્ડ, બાંગ્લાદેશ
Advertisement