ગાંધીનગર: નવા વર્ષની શરૂઆતમાં જનતાને મોંઘવારીનો માર સહન કરવો પડ્યો છે. વિધાનસભા ચૂંટણી પુરી થઇ ગયા પછી ગુજરાત ગેસે CNGના ભાવમાં વધારો કર્યો છે. CNGના ભાવમાં પ્રતિ કિલોએ 3.20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવે જનતાએ ગેસ માટે 78.52 રૂપિયા ચુકવવા પડશે.
Advertisement
Advertisement
નવા વર્ષની શરૂઆતમાં મોંઘવારીનો માર
નવા વર્ષની શરૂઆતમાં જ સીએનજી ગેસના ભાવમાં વધારો થતા જનતા મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે. ગુજરાત ગેસે એક જ ઝાટકે 3.20 રૂપિયાનો પ્રતિ કિલોએ વધારો કરી નાખ્યો છે. સીએનજી ગેસ પહેલા 75 રૂપિયાએ મળતુ હતુ હવે તેની માટે પ્રતિ કિલોએ જનતાએ 78.52 રૂપિયા ચુકવવા પડશે. બીજી તરફ ગુજરાત ગેસે PNGની કિંમતમાં પણ 5 ટકા જેટલો વધારો કર્યો છે. ગુજરાત ગેસે ભાવ વધારો કર્યો છે જેને કારણે હવે થોડા દિવસોમાં અદાણી ગેસના ભાવમાં પણ વધારો જોવા મળી શકે છે.
કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો
સરકારી તેલ કંપનીઓે 1 જાન્યુઆરી, 2023માં ગેસ સિલિન્ડરની નવી કિંમત જાહેર કરી હતી. તે મુજબ 1 જાન્યુઆરી, 2023થી ગેસ સિલિન્ડરની કિંમત વધી હતી. ગેસ સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયા સુધીનો વધારો થયો હતો. આ વધારો કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં કરવામાં આવ્યો હતો.
Advertisement