નવી દિલ્હી: બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સ અનુસાર, ગૌતમ અદાણી વિશ્વના 10 સૌથી અમીર લોકોની યાદીમાંથી બહાર થઇ ગયા છે. 3 દિવસમાં અદાણીની નેટવર્થ 34 બિલિયન $ ઘટ્યા બાદ બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સમાં 11માં સ્થાન પર આવી ગયા છે. હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટમાં છેતરપિંડીનો આરોપ લાગ્યા બાદ અદાણી ગ્રુપની કંપનીઓના શેર તૂટ્યા છે.
Advertisement
Advertisement
ગૌતમ અદાણીના વિશ્વના સૌથી અમીર બનવાની આશા હતી અને હવે તે ટોપ-10માંથી પણ બહાર થઇ ગયા છે. અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ ફર્મ અને શોર્ટ સેલર હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના સ્ટોક્સ એવા તૂટ્યા કે ગૌતમ અદાણીને બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સના ટોપ-10 બિઝનેસમેનની યાદીમાંતી ચોથા નંબરથી સીધા 11માં નંબર પર લાવી દીધા છે. આ વર્ષે અદાણીની સંપત્તિ 36.1 અબજ ડૉલર ઓછી થઇને 84.21 અબજ ડૉલર રહી ગઇ છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સમાં અદાણી હવે કાર્લોસ સ્લિમ કરતા પણ પાછળ 11માં નંબર પર આવી ગયા છે, તેમની પાછળ 12માં નંબર પર મુકેશ અંબાણી છે. તેમની સંપત્તિ 82.2 અબજ ડૉલર છે. 9માં સ્થાન પર સર્ગી બ્રિન છે, તેમની સંપત્તિ 86.4 અબજ ડૉલર છે.
મહત્વપૂર્ણ છે કે ગત વર્ષે દુનિયાના ટોપ-10 અમીરોની યાદીમાં માત્ર મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની સંપત્તિ વધી હતી. અદાણી તે વર્ષે કમાણીમાં પણ નંબર વન રહ્યા હતા. આ વર્ષે મુકેશ અંબાણી બ્લૂમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સ ટોપ-10 અબજપતિઓની યાદીમાંથી બહાર થઇને 12માં સ્થાન પર આવી ગયા છે.
બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સમાં કોણ છે નંબર 1?
બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સમાં ફ્રાંસના બર્નાડ આર્નોલ્ટ નંબર-1 બિઝનેસમેન છે. બીજા નંબર પર ટેસ્લાના માલિક એલન મસ્ક છે. ત્રીજા સ્થાન પર એમેઝોનના જેફ બેઝોસ છે. જ્યારે માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સ ચોથા નંબર પર છે. પાંચમા સ્થાન પર વોરેન બફેટ છે.
Advertisement