બ્રસેલ્સ: કતારમાં રમાઇ રહેલા ફૂટબોલ વર્લ્ડકપ મેચમાં મોરક્કો સામે બેલ્જિયમની હાર બાદ બેલ્જિયમના પાટનગર બ્રસેલ્સમાં કેટલાક સ્થળો પર હિંસા ફાટી નીકળી હતી. ફૂટબોલ ફેન્સે કારને આગને હવાલે કરી દીધી હતી.
સ્થાનિક પોલીસે ડઝન લોકોની ધરપકડ કરી છે, જે હિંસાને લઇને પોલીસ સાથે અથડામણ થઇ હતી. રમખાણ બ્રસેલ્સમાં કેટલીક જગ્યાએ જોવા મળ્યા હતા અને જેમણે શાંત કરાવવામાં પોલીસે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
પોલીસ પ્રવક્તા ઇલસે વાન ડી કીરે જણાવ્યુ કે સાંજે સાત વાગ્યે વાતાવરણ શાંત થયુ હતુ અને સબંધિત વિસ્તારમાં સાવચેતીના ભાગ રૂપે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યુ છે. પોલીસ શરારતી તત્વો પર નજર રાખી રહી છે જે ફરી એક વખત શહેરમાં અશાંતિનો માહોલ બનાવી શકે છે. અટકાયતમાં લેવામાં આવેલા લોકોની પોલીસની એક ટીમ પૂછપરછ કરી રહી છે, જેનાથી હિંસાનું સ્પષ્ટ કારણ અને ષડયંત્ર કારને શોધી શકાય.
કતારમાં ફીફા ફૂટબોલ વર્લ્ડકપ મેચમાં બેલ્જિયમ પર મોરક્કોની જીત બાદ બેલ્જિયમની પોલીસે એક ડઝન લોકોની અટકાયત કરી હતી અને એક આરોપીની ધરપકડ કરી હતી. હિંસા બેલ્જિયમના પાટનગરમાં કેટલીક જગ્યાએ થઇ હતી જ્યા ફૂટબોલ ફેન્સ મોરક્કોનો ઝંડો લઇને પહોચી ગયા હતા.