સલમાન ખાનની ફિલ્મોની ચાહકો કાગડોળે રાહ જોતા હોય છે. ટૂંક સમયમાં જ સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ પણ સફળ જશે તેવી અપેક્ષા સેવવામાં આવી રહી છે.
Advertisement
Advertisement
સલમાન ખાનની નવી ફિલ્મને લઈને ચાહકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેના પરિણામે આ ફિલ્મનું બમ્પર એડવાન્સ બુકિંગ થયું છે. અહીં ફિલ્મ રિલીઝ થયા પહેલા જ કેટલી કમાણી થઈ તે અંગેના આંકડા આપવામાં આવ્યા છે.
ફિલ્મના કલાકારો
આ ફિલ્મમાં સલમાન ખાન ઉપરાંત પૂજા હેગડે, શહનાઝ ગિલની ભૂમિકા મહત્વની છે. આ ઉપરાંત ફિલ્મમાં પલક તિવારી, ભૂમિકા ચાવલા, વિજેન્દ્ર સિંહ, રાઘવ જુયાલ, સિદ્ધાર્થ નિગમ, જસ્સી ગિલ જોવા મળવાના છે.
સલમાન ખાનના ચાહકોની સંખ્યા કરોડોમાં છે, જેને લઈને તેની ફિલ્મોની ટિકિટો ટપોટપ વેચાવવા માંડે છે. કિસી કા ભાઈ કિસી કી જાન ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થતા જ ચાહકો ટિકિટ ખરીદવા માટે ઉમટી પડ્યા હતા.
અહેવાલો મુજબ બાંદ્રા ‘ગેયટી ગેલેક્સી’ થિયેટરમાં એડવાન્સ બુકિંગ શરૂ થતાની સાથે જ બધી ટિકિટો વેચાઈ ગઈ હતી. એકંદરે કુલ ચારમાંથી ત્રણ શો ફૂલ થઈ ગયા હતા.
સલમાન ખાનની નવી ફિલ્મના એડવાન્સ બુકિંગના આંકડા ચોંકાવનારા છે. સૈકનીલ્કના અહેવાલ મુજબ, આ ફિલ્મે એડવાન્સ બુકિંગના પહેલા દિવસે જ એક કરોડની કમાણી કરી લીધી છે. અત્યાર સુધીમાં ફિલ્મની 50000થી વધુ ટિકિટો વેચાઈ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. અલબત્ત, આ ડેટા માત્ર અંદાજ છે. વાસ્તવિક ડેટા હજી સુધી સામે આવ્યા નથી.
Advertisement